ફિલ્મ પછી મોદીની બાયોપિક પર બનેલી વેબ સીરીઝ પણ બૅન

20 April, 2019 05:06 PM IST  | 

ફિલ્મ પછી મોદીની બાયોપિક પર બનેલી વેબ સીરીઝ પણ બૅન

વેબ સિરીઝ પર મુકાયો બૅન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આધારિત બાયોપિક ફિલ્મ પછી હવે વેબ સીરિઝ પર પણ બૅન મુકવામાં આવ્યો છે. ચૂંટણીની પહેલા રિલીઝ થનારી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ પર ચૂંટણી પુરી ન થાય ત્યા સુધી બૅન મુકવામાં આવ્યો હતો. જો કે હવે ચૂંટણી પંચ દ્વારા નરેન્દ્ર મોદી આધારિત વેબ સિરીઝ પર પણ બૅન મુકવાના આદેશ આપ્યા છે. શનિવારે ચૂંટણી પંચ દ્વારા ઈરોઝ નાઉને આદેશ આપવામાં આવ્યા હતા કે વેબ સિરીઝના બધા જ એપિસોડનું સ્ટ્રિમીંગ કોઈ પણ મીડિયમ પર દર્શાવવામાં ન આવે.

વિવેક ઓબેરોય સ્ટારર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'ને ચૂંટણી આયોગે રિલીઝના એક દિવસ પહેલા જ બૅન કરી હતી. ફિલ્મ 11 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. ઓમંગ કુમાર ડિરેક્ટેડ ફિલ્મ પર આરોપ હતો કે ફિલ્મ આચાર સંહિતાનો ભંગ કરી રહી છે. ફિલ્મ પછી હવે ચૂંટણી આયોગ દ્વારા વેબ સિરીઝ પણ બૅન કરી છે.

 

આ પણ વાંચો: PM Narendra Modi બાયોપિકઃમારી મમ્મીએ કહ્યું હતું કે ફિલ્મ નહીં બને-સંદીપ સિંઘ

 

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી આયોગ દ્વારા એવા દરેક ફિલ્મો પર બૅન મુકી શકે છે જેની અસર ચૂંટણી પર પડી શકે છે. ફિલ્મ બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા 19 એપ્રિલ સુધી જમા કરાવવા આદેશ આપ્યા છે અને આ અંગે વધુ સુનાવણી 22 એપ્રિલ સુધી ટાળવામાં આવી છે. પીએમ મોદી પર બનેલી વેબ સિરીઝના 5 એપિસોડ ઓનલાઈન સ્ટ્રીમ થઈ ચૂક્યા છે.

narendra modi vivek oberoi