‘ડ્રીમ ગર્લ’ માટે આયુષ્માન ખુરાનાને પસંદ કરવા પાછળ હતું ખાસ કારણ!

18 August, 2019 08:26 PM IST  | 

‘ડ્રીમ ગર્લ’ માટે આયુષ્માન ખુરાનાને પસંદ કરવા પાછળ હતું ખાસ કારણ!

નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાતમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનું પુરસ્કાર જીત્યા પછી આયુષ્માન ખુરાના તેના આગામી ફિલ્મ ડ્રીમ ગર્લને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં આયુષ્માન ખુરાના ક્યારેક દ્રોપદી તો ક્યારેક સીતાના રોલમાં જોવા મળી રહ્યો છે. આયુષ્માન તેના ફિમેલ અવાજમાં વાત કરતા જોયા પછી દર્શકોને ફિલ્મને આતુરતા જાગી છે. આ રોલના કારણે આયુષ્માન ફરી દર્શકોનું આકર્ષણ બન્યો છે જો કે આયુષ્માનને ફિલ્મ માટે સિલેક્ટ કરવા પાછળ પણ ખાસ કારણ છે.

એકતા કપૂરના પ્રોડક્શનમાં બનેલી ડ્રીમ ગર્લ રાજ શાંડિલ્યએ ડિરેક્ટ કરી છે. ડેક્કન ક્રોનિકલની એક રિપોર્ટ અનુસાર, જ્યારે એકતાને પૂછવામાં આવ્યું કે તેમણે આયુષ્માન ખુરાનાને ફિલ્મ માટે કેમ પસંદ કર્યા. એક્તાએ જવાબ આપતા કહ્યું કે, 'જ્યારે રાજ શાંડિલ્યએ મને સ્ક્રિપ્ટ સંભળાવી તો હું પ્રભાવિત થઈ. હું એક માત્ર એક્ટરને ઓળખતી હતી જે અવાજ સાથે મોડ્યુલેશન કરી શકે અને આ કઠીન કેરેક્ટરને નિભાવી શકે છે તે અને આયુષ્માન છે.'

આ પણ વાંચો: મોન્ટુની બિટ્ટુઃગીતને પર્ફેક્ટ ટચ આપવા માટે ઐશ્વર્યા મજમુદારે 4 કલાક કરી મહેનત

એકતા કપૂરે કહ્યું કે, મને વિશ્વાસ હતો કે આયુષ્માન ખુરાના જ વ્યક્તિ છે જે ફિલ્મ કેટલી મોટી છે અને કોણ ડિરેક્શન કરે છે નથી જોતા તે તેમની કાર્યક્ષમતા પ્રમાણે તેમનું બેસ્ટ પરફોર્મન્સ આપશે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના કોલ સેન્ટરમાં ફિમેલ વોઈસમાં વાતો કરતા જોવાની લોકોને મજા પડશે.

ayushmann khurrana gujarati mid-day