એડ શીરન અને અરિજિત સિંહની સ્કૂટર પર ડબલ સવારી

13 February, 2025 07:07 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

રિપોર્ટ પ્રમાણે અરિજિત અને એડ શીરને સાથે લગભગ પાંચ કલાક ગાળ્યા હતા અને તેમણે જિયાગંજના ધૂળવાળા રસ્તા પર અરિજિતના સ્કૂટર પર સવારી કરી હતી

એડ શીરન અને અરિજિત સિંહની સ્કૂટર પર ડબલ સવારી કરી.

બ્રિટિશ પૉપસિંગર એડ શીરન પોતાની સાદગી અને ગીતોથી ફૅન્સનું દિલ જીતી રહ્યો છે. હાલમાં તે ‘ધ મૅથેમૅટિક્સ ટૂર’ માટે ભારતમાં છે. હાલમાં તેણે બૅન્ગલોરમાં બે શો કર્યા હતા. હવે તે સિંગર અરિજિત સિંહ સાથે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં જિયાગંજમાં જોવા મળ્યો છે. અહીં અરિજિતનું ઘર છે. અહીં બન્ને સ્કૂટર પર સાથે રાઇડ કરતા જોવા મળ્યા હતા. તેમની સાથે બીજા કેટલાક મિત્રો પણ હતા જેઓ બીજા સ્કૂટર પર હતા. તેમનો આ સ્કૂટર-રાઇડનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

રિપોર્ટ પ્રમાણે અરિજિત અને એડ શીરને સાથે લગભગ પાંચ કલાક ગાળ્યા હતા અને તેમણે જિયાગંજના ધૂળવાળા રસ્તા પર અરિજિતના સ્કૂટર પર સવારી કરી હતી અને વહીવટી તંત્રને કોઈ પણ પ્રકારની સુરક્ષા ન જોઈતી હોવાના નિર્દેશ આપ્યા હતા.

ed sheeran arijit singh west bengal kolkata viral videos social media bollywood news bollywood entertainment news