18 December, 2023 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બમન ઈરાની
શાહરુખ ખાન અને બમન ઈરાનીએ ‘મૈં હૂં ના’માં કામ કર્યું હતું. એ ફિલ્મના શૂટિંગ દરમ્યાન એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે બમન ઈરાનીને કોઈ તકલીફ ન પડે. ત્યાર બાદ બન્નેએ ‘હૅપી ન્યુ યર’માં સાથે કામ કર્યું હતું અને હવે ‘ડંકી’માં પણ દેખાવાના છે. ‘મૈં હૂં ના’ દરમ્યાન શાહરુખ સાથેની પહેલી મુલાકાત કેવી રહી એ વિશે બમન ઈરાનીએ કહ્યું કે ‘તેની પાસે એક રીત છે જે તમને સહજ અનુભવ કરાવે છે. હું ‘મૈં હૂં ના’નું શૂટિંગ કરી રહ્યો હતો. તે મોડી રાતે દાર્જીલિંગ પહોંચ્યો હતો અને હું એક દિવસ પહેલાં પહોંચ્યો હતો. રાતે કોઈએ નૉક કર્યું. હું પારસી સદરા અને પાયજામામાં હતો અને સદરો થોડો ફાટેલો હતો. મેં દરવાજો ખોલ્યો અને કહ્યું કે હા, કહો. તો તેણે કહ્યું કે હું શાહરુખ ખાન છું. મેં તેને કહ્યું કે હેલો સર, તમે કેમ છો? તો તેણે કહ્યું કે ‘હું આ ફિલ્મનો પ્રોડ્યુસર છું અને તમારી બાજુની રૂમમાં રોકાયો છું. તમારે કોઈ વસ્તુની જરૂર હોય તો દરવાજો નૉક કરજો. અમારી આ ફિલ્મમાં કામ કરવા માટે થૅન્ક યુ.’’