પાર્ટી તો બનતી હૈ

02 December, 2022 05:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિંઘમ રિટર્ન્સ’ બાદ હવે ‘સિંઘમ’ની ત્રીજી ફ્રૅન્ચાઇઝીની જાહેરાત કરવામાં આવી છે.

‘દૃશ્યમ 2’ની સફળતાને માણવા માટે ફિલ્મની પૂરી ટીમે સક્સેસ પાર્ટી કરી હતી.

‘દૃશ્યમ 2’ની સફળતાને માણવા માટે ફિલ્મની પૂરી ટીમે સક્સેસ પાર્ટી કરી હતી. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. ૧૮ નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. આ સક્સેસ પાર્ટીમાં અજય દેવગન, તબુ, ​શ્રિયા સરન, ઈશિતા દત્તા, અનુપમ ખેર અને ફિલ્મનો પ્રોડ્યુસર ભૂષણ કુમાર પણ હાજર હતો. અજય દેવગન અને તબુ બ્લૅક આઉટફિટમાં દેખાયાં હતાં. ઈશિતા તેના હસબન્ડ વત્સલ શેઠ સાથે દેખાઈ હતી. 

159,17
તેર દિવસમાં ‘દૃશ્યમ 2’એ આટલા કરોડ રૂપિયાનો કર્યો બિઝનેસ

સિંઘમ અગેન’ માટે થઈ જાઓ તૈયાર

અજય દેવગનની ‘સિંઘમ અગેન’ બનવાની તૈયારી કરવામાં આવી રહી છે. રોહિત શેટ્ટીની ‘સિંઘમ’ના લોકો દીવાના છે. ‘સિંઘમ રિટર્ન્સ’ બાદ હવે ‘સિંઘમ’ની ત્રીજી ફ્રૅન્ચાઇઝીની જાહેરાત કરવામાં આવી છે. ‘સિંઘમ અગેન’માં તે આતંકવાદ સાથે લડતો જોવા મળશે. આ ફિલ્મને ખૂબ ભવ્યતાથી બનાવવામાં આવશે. ફિલ્મની જાહેરાત કરતાં એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તરણ આદર્શે કૅપ્શન આપી હતી, ‘અજય દેવગન અને રોહિત શેટ્ટી ‘સિંઘમ અગેન’ માટે ફરીથી સાથે આવ્યા છે. અત્યાર સુધીની આ સફળ ભાગીદારી છે. અજય જ્યારે તેની ‘ભોલા’થી ફ્રી થઈ જશે ત્યારે ‘સિંઘમ અગેન’ની શરૂઆત કરવામાં આવશે.’

entertainment news bollywood news bollywood gossips bollywood tabu ajay devgn