જાણો, ‘બાલા’ ફિલ્મમાં આયુષ્માન અને ભુમિ પેડનેકરના લુક પાછળની કહાની

31 October, 2019 07:35 PM IST  |  Mumbai

જાણો, ‘બાલા’ ફિલ્મમાં આયુષ્માન અને ભુમિ પેડનેકરના લુક પાછળની કહાની

Mumbai : બોલીવુડના સ્ટાર આયુષ્માન ખુરાના અને ભુમિ પેડનેકરની આવનારી ફિલ્મ બાલાઆજ કાલ ઘણી ચર્ચામાં છે. ખાસ કરીને આયુષ્માન ખુરાના અને ભુમિ પેડનેકરના લુકને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે ચાલો અમે તમને જણાવીએ તેમનો આ લુક કઇ રીતે તૈયાર કરવામાં આવ્યો છે.


પ્રોસ્થેટિક મેકઅપ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે  લુક
આયુષ્માન ખુરાના અને ભુમિ પેડનેકરનો બાલા ફિલ્મના લુકને ક્રિએટ કરવામાં પ્રોસ્થેટિક મેકઅપના ઉપયોગથી તેમના આ લુક તૈયાર થયા છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાનાને ટકલો બતાવવામાં આવ્યો હતો લીડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરને પણ ડાર્ક સ્કિન ટોન લુક આપવામાં આવ્યો છે. આયુષ્માનના લુક માટે પ્રોસ્થેટિક તથા સ્કલ કેપની મદદથી તૈયાર કરવામાં આવ્યો હતો. ભૂમિના લુક માટે મેકર્સે આલ્કોહોલ બેઝ્ડ મેકઅપની મદદ લીધી છે.


ભુમિ મેકઅપ દરમ્યાન સંગીત સાંભળતી હતી
ફિલ્મમાં ભૂમિના પાત્રને શ્યામ રંગનું બતાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે કલાકારોને શ્યામ રંગના બતાવવામાં વધુ સમય જતો નથી. કલર તથા ટચઅપથી કામ થઈ જાય છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે. ફિલ્મમાં મેકઅપની ટીમે ભૂમિના રંગ સાથે અનેક પ્રકારના એક્સપરિમેન્ટ કર્યાં હતાં. ભૂમિને મેકઅપ કરવામાં બેથી અઢી કલાકનો સમય થતો હતો અને આ સમય દરમિયાન તે સંગીત સાંભળતી હતી.

પ્રોસ્થેટિક મેકઅપ બાદ હું મારા દાદા જેવો દેખાતો હતો : આયુષ્માન
આ વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘મેકઅપ બાદ હું એક અલગ વ્યક્તિ બની જતો હતો. હું મારી જાતને પણ ઓળખી નહોતો શકતો. મને લાગે છે કે હું મારા દાદા જેવો દેખાઉં છું, કારણ કે તેમને ખૂબ ઓછા વાળ હતા. હું એવા લોકોને દેખાડી શકીશ જેમના સમય પહેલાં વાળ ખરી જાય છે. આ બાબતમાં મારા પિતા નસીબદાર છે. તેઓ આવતા વર્ષે ૭૦ વર્ષના થઈ જશે અને તેમને આજે પ‌ણ માથામાં ભરપૂર વાળ છે.

આ પણ જુઓ : આયુષ્માન ખુરાનાએ વડોદરામાં ઉજવી જન્માષ્ટમી, જુઓ તસવીરો

ભૂમિનો મેકઅપ આ રીતે કરાતો હતો
ચહેરા પર ડાર્ક રંગથી પેઈન્ટ કરવાને બદલે આલ્કોહોલ બેઝ્ડ મેકઅપ તૈયાર કરવામાં આવ્યો હતો, જે ભૂમિના ચહેરા પર ધીમે-ધીમે સ્પ્રે કરવામાં આવતો હતો. શૂટિંગ દરમિયાન અલગ-અલગ ટાઈમ ઈન્ટરવલમાં તેના મેકઅપનું લેયરિંગ કરવામાં આવતું હતું.

bollywood bollywood gossips bollywood news ayushmann khurrana bhumi pednekar