સત્તે પે સત્તા રીમેકમાં હ્રિતિક રોશનનો ભાઈ બની શકે છે આ ગુજરાતી એક્ટર

16 September, 2019 08:02 PM IST  |  મુંબઈ ડેસ્ક

સત્તે પે સત્તા રીમેકમાં હ્રિતિક રોશનનો ભાઈ બની શકે છે આ ગુજરાતી એક્ટર

હ્રિતિક રોશનના ભાઇનું પાત્ર ભજવી શકે છે નકુલ મેહતા

સત્તે પે સત્તા રીમેકના લીડ કેરેક્ટર્સને લઇને છેલ્લા ઘણાં સમયથી ચર્ચાઓ થઈ રહી છે. હવે જ્યારે ફિલ્મના લીડ કેરેક્ટર્સના નામ સામે આવી ચૂક્યા છે. જેમાં હ્રિતિક રોશનનું નામ સૌથી વધુ ચર્ચિત છે. હવે ચર્ચા એ છે કે ફિલ્મમાં ટીવી એક્ટર નકુલ મેહતા હ્રિતિક રોશનના ભાઇનો રોલ પ્લે કરી શકે છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની રિપોર્ટ પ્રમાણે ફિલ્મમાં ટેલીવિઝન અભિનેતા નકુલ મેહતા હ્રિતિક રોશનના ભાઇનું પાત્ર ભજવશે. જો કે, અત્યાર સુધી તેની કોઇ જ ઑફિશિયલ માહિતી મળી નથી. ટીવીના પૉપ્યુલર સ્ટાર નકુલ મેહતા પહેલા પણ ફિલ્મોમાં પોતાના અભિનયનો પરિચય આપી ચૂક્યો છે. તેણે અભિમાની, હાલ-એ-દિલ, પાયથાગોરસ, શ્રી સિદ્ધાર્થ ગૌતમ બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે.

જો કે, સત્તે પે સત્તા રીમેકના અન્ય લીડ પાત્રોની વાત કરીએ તો, ફિલ્મમાં અભિનેત્રીના પાત્ર માટે અનુષ્કા શર્મા અને પ્રિયંકા ચોપરાનું નામ ચર્ચામાં છે. તો ખબર એ પણ છે કે ફિલ્મમાં કૃતિ સેનોન સેકેન્ડ લીડ હીરોઇનનું પાત્ર ભજવી શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે ફિલ્મમાં દર્શિલ સફારી પણ હશે.

આ પણ વાંચો : સઇ બર્વે: આ ચુલબુલી અભિનેત્રીને વ્હાલો છે વરસાદ, કરાવ્યું રેઇન ફોટોશૂટ

સત્તે પે સત્તાની ઓરીજીનલ કાસ્ટમાં અમિતાભ બચ્ચન સિવાય સાત અન્ય એક્ટર્સ તેમના ભાઇના પાત્રમાં જોવા મળ્યા હતા. તેમાં શક્તિ કપૂર, સચિન પિલગાંવકર, પૈંટલ, કંવલજીત સિંહ, વિક્રમ સાહૂ અને સુધીરનું નામ છે. હવે તેની રીમેકમાં નકુલ કયા ભાઇનું પાત્ર ભજવશે, તેની માટે થોડી રાહ જોવી પડશે. ફિલ્મનું નિર્દેશન ફરાહ ખાન કરશે. જ્યારે રોહિત શેટ્ટી આ ફિલ્મ પ્રૉડ્યૂસ કરશે.

nakuul mehta hrithik roshan bollywood bollywood events bollywood gossips bollywood news