27 April, 2026 05:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નેટફ્લિક્સ પર નંબર વન બની દો દીવાને સહર મેં
OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર ૧૭ એપ્રિલથી સ્ટ્રીમ થઈ રહેલી સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરને લીડ રોલમાં ચમકાવતી ‘દો દીવાને સહર મેં’ નંબર વન પર ટ્રેન્ડ કરી રહી છે. આ રોમૅન્ટિક ડ્રામા દર્શકોને બહુ પસંદ પડી રહ્યો છે. આ ફિલ્મ મુંબઈના બૅકગ્રાઉન્ડમાં શશાંક અને રોશનીની પ્રેમકથા રજૂ કરે છે. ફિલ્મ બે સામાન્ય લોકોની વાર્તા છે જે પોતાની કમીઓ, પોતાને સ્વીકારવાની પ્રક્રિયા અને પોતાની અસુરક્ષાઓ સાથે સંઘર્ષ કરી રહ્યાં છે. આ ફિલ્મ ૨૦ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી અને એને સમીક્ષકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો તેમ જ બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ સાબિત થઈ હતી.