પાર્ટી તો બનતી હૈ

24 October, 2022 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લા થોડા દિવસોથી સેલિબ્રિટીઝ દિવાળીનું સેલિબ્રેશન યોજીને ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે એન્જૉય કરે છે

પ્રી-દિવાલી પાર્ટીમાં કલાકારો

પ્રોડ્યુસર આનંદ પંડિતના ઘરે આયોજિત પ્રી-દિવાલી પાર્ટીમાં કલાકારોએ રંગ રાખ્યો હતો. બૉલીવુડની દિવાળીમાં અલગ જ રોનક જોવા મળે છે. છેલ્લા થોડા દિવસોથી સેલિબ્રિટીઝ દિવાળીનું સેલિબ્રેશન યોજીને ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે એન્જૉય કરે છે. હાલમાં આયુષમાન ખુરાના, ક્રિતી સૅનન, મનીષ મલ્હોત્રા, એકતા કપૂર અને ભૂમિ પેડણેકરે પોતાના ઘરે ધમાકેદાર દિવાળીનું સેલિબ્રેશન કર્યું હતું. આનંદ પંડિતના ઘરે આયોજિત આ પાર્ટી સ્ટારસ્ટડેડ રહી હતી, જેમાં સેલિબ્રિટીઝે હાજર રહીને પ્રી-દિવાલી પાર્ટીને એન્જૉય કરી હતી. આ પાર્ટીમાં અમિતાભ બચ્ચન, હૃતિક રોશન, અક્ષયકુમાર, અજય દેવગન, કાજોલ, આયુષમાન ખુરાના, ક્રિતી સૅનન,  તાપસી પન્નુ અને સની લીઓની હાજર હતાં. 

entertainment news bollywood news diwali amitabh bachchan bollywood gossips bollywood