દિવ્યાંકા ત્રિપાઠીને દીકરીની મમ્મી બનવાની ઇચ્છા છે

25 April, 2026 03:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીવી-ઍક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી હાલમાં પ્રેગ્નન્ટ છે અને તાજેતરમાં તેના ભવ્ય બેબી શાવરનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંકા વિશે ચર્ચાઓ ચાલી રહી છે કે તે ટ્‍વિન્સની મમ્મી બનવાની છે પણ તેણે હજી સુધી આ મામલે કોઈ ખુલાસો નથી કર્યો.

દિવ્યાંકા ત્રિપાઠીને દીકરીની મમ્મી બનવાની ઇચ્છા છે

ટીવી-ઍક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી હાલમાં પ્રેગ્નન્ટ છે અને તાજેતરમાં તેના ભવ્ય બેબી શાવરનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંકા વિશે ચર્ચાઓ ચાલી રહી છે કે તે ટ્‍વિન્સની મમ્મી બનવાની છે પણ તેણે હજી સુધી આ મામલે કોઈ ખુલાસો નથી કર્યો. જોકે વાતચીત દરમ્યાન પ્રિયંકાએ લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે જો તે દીકરીની મમ્મી બનશે તો તેને વધારે આનંદ થશે.
દિવ્યાંકાએ પોતાની ઇચ્છા વિશે જણાવતાં કહ્યું હતું કે ‘જો દીકરી થશે તો તે મારા માટે ખૂબ જ ખાસ રહેશે, કારણ કે હું દીકરી સાથે મિત્રની જેમ રહી શકીશ તેમ જ સાથે આઉટિંગ અને શૉપિંગ કરી શકીશ. જો જો દીકરો થશે તો મારા પતિ વિવેક દહિયા માટે એ વધુ ખુશીની વાત હશે, કારણ કે તેને વર્કઆઉટ પાર્ટનર મળી જશે. જોકે દીકરી થશે તો વિવેક તેને ખૂબ જ પૅમ્પર કરશે.’ 

divyanka tripathi vivek dahiya television news indian television entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood