સલમાન ખાન સાથે ફરી આ ફિલ્મમાં જોવા મળશે દિશા પટણી

14 October, 2019 06:13 PM IST  |  મુંબઈ ડેસ્ક

સલમાન ખાન સાથે ફરી આ ફિલ્મમાં જોવા મળશે દિશા પટણી

સલમાન ખાન સાથે દેખાશે દિશા પટણી

બોલીવુડના ભાઇજાન સલમાન ખાને અત્યારથી જ આગામી ઇદની તૈયારી કરી લીધી છે. સલમાન ખાન 2020માં પોતાના ફેન્સ માટે ફિલ્મ રાધે-ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ કૉપ લઇને આવી રહ્યો છે. આ ફિલ્મમાં લીડ રોલ ભજવવા માટે પહેલા સુલ્તાન એક્ટ્રેસ અનુષ્કા શર્માનું નામ સામે આવતું હતું પણ હવે આ રોલ માટે દિશા પટણીના નામને ફાઇનલ કરી લેવામાં આવ્યું છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની રિપોર્ટ પ્રમાણે ફિલ્મ રાધે-ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ કૉપમાં સલમાન ખાન સાથે દિશા પટણી મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ મામલે હવે કોઇ ઑફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મ એમએસ ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી સાથે પોતાનો ડેબ્યૂ કરનારી દિશા પટણી સલમાન ખાન સાથે ફિલ્મ ભારતમાં દેખાઇ ચૂકી છે. આ ફિલ્મમાં દિશાએ સલમાન ખાનની મિત્રનો એક નાનકડો રોલ ભજવ્યો હતો. દિશા અને સલમાન પર ફિલ્માવવામાં આવેલ ગીત સ્લો મોશન ઘણો બ્લોકબસ્ટર પુરવાર થયો. હવે જોવાનું એ છે કે પડદા પર બન્નેની જોડીને દર્શકોનો કેટલો પ્રેમ મળે છે.

ફિલ્મ રાધે -ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ કૉપને પ્રભુદેવા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી રહ્યો છે. આ ત્રીજી વાર છે જ્યારે સલમાન ખાન અને પ્રભુદેવા સાથે દેખાશે. આ પહેલા બન્ને ફિલ્મ વૉન્ટેડ અને દબંગમાં સાથે કામ કરી ચૂક્યો છે ફિલ્મની તૈયારી શરૂ થઈ ગઈ છે. સલમાન ખાન સ્ટારર આ ફિલ્મની શૂટિંગ નવેમ્બરના પહેલા અઠવાડિયામાં શરૂ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે પહેલો શેડ્યૂલ મુંબઇમાં જ રાખવામાં આવશે.

આ પણ વાંચો : નીરવ બારોટ અંધ વિદ્યાર્થિનીઓની શાળામાં નવરાત્રિ કાર્યક્રમ દરમિયાન થયા ભાવુક

જણાવીએ કે ફિલ્મ રાધે-ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ કૉપ વર્ષ 2017માં આવેલી કોરિયન ફિલ્મ ધ આઉટલૉઝની રિમેક છે. આ ફિલ્મ સિવાય ટૂંક સમયમાં જ 20 ડિસેમ્બરે સલમાન ખાનની દબંગ 3 રિલીઝ થવાની છે. સાથે જ સલમાન સાજિદ નડિયાવાલાની ફિલ્મ કિક 2ની તૈયારીઓ પણ શરૂ કરવાનો

Salman Khan Disha Patani bollywood bollywood gossips bollywood news