મારી પ્રાર્થના છે કે જીવન તને સૌથી સુંદર સરપ્રાઇઝ આપે

14 June, 2026 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિશા પાટનીના જન્મદિવસે બેસ્ટ ફ્રેન્ડ મૌની રૉયે આપ્યો પ્રેમભર્યો સંદેશ

દિશા પાટની, મૌની રૉય

ગઈ કાલે દિશા પાટનીની ૩૪મી વર્ષગાંઠ હતી. આ ખાસ અવસરે ફિલ્મજગતની અનેક સેલિબ્રિટીઓ અને ચાહકોએ તેને શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમ્યાન દિશાની ખાસ મિત્ર મૌની રૉયે પણ તેના માટે ખાસ પોસ્ટ્સ શૅર કરીને પ્રેમભર્યો સંદેશ આપ્યો છે.

મૌની રૉયે સોશ્યલ મીડિયા પર દિશા સાથે જોડાયેલી અનેક યાદગાર ક્ષણો શૅર કરી હતી. તેણે દિશાનો ડાન્સ કરતો વિડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘હેપી બર્થ-ડે ગર્લ. તું દુનિયાના કોઈ પણ ખૂણે હોય, આમ જ અચાનક ડાન્સ કરતી રહેજે.’

ત્યાર બાદ મૌનીએ બન્ને સાથે ફરવા ગયાં હોય એવા દિવસોનો એક વિડિયો શૅર કરીને લખ્યું હતું કે ‘તું હંમેશાં આવી જ મુક્તપણે અને સુંદર રીતે ઊડતી રહેજે. એ જ ગ્રેસ, હિંમત અને પ્રકાશ સાથે જે તારી ઓળખ છે.’

આ પછી મૌની રૉયે દિશા માટે એક લાંબો સંદેશ લખ્યો ઃ ‘જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છા મારી ‘ડી’. તું એવા દુર્લભ લોકોમાંની એક છે જે જ્યાં જાય છે ત્યાં પોતાની સાથે થોડો જાદુ લઈ જાય છે. મારી પ્રાર્થના છે કે જીવન તને સૌથી સુંદર સરપ્રાઇઝ આપે. તારું દિલ હંમેશાં આજની જેમ નિર્દોષ અને ખુશીઓથી ભરેલું રહે અને આ આખું બ્રહ્માંડ હંમેશાં તારા પક્ષમાં રહે.’

mouni roy Disha Patani happy birthday bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news