02 February, 2023 04:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુભાષ ઘઈ
સુભાષ ઘઈએ હવે તેના ‘હીરો’ એટલે કે જૅકી શ્રોફ સાથેની નવી ફિલ્મની જાહેરાત કરી છે. જૅકી શ્રોફનો ગઈ કાલે જન્મદિવસ હતો. આથી તેમને બર્થ-ડે ગિફ્ટ આપતાં સુભાષ ઘઈએ નવી ફિલ્મની જાહેરાત કરી હતી. તેમણે ૧૯૮૩માં આવેલી ‘હીરો’માં સાથે કામ કર્યું હતું જે ફિલ્મ ખૂબ જ હિટ રહી હતી. ત્યાર બાદ તેમણે ૨૦૦૧માં આવેલી ‘યાદેં’માં સાથે કામ કર્યું હતું. જૅકી શ્રોફ સાથેનો ફોટો શૅર કરીને સુભાષ ઘઈએ કૅપ્શન આપી હતી કે ‘હીરો હંમેશાં હીરો હોય છે. ૧૯૮૩ની અમારી ‘હીરો’ દ્વારા સુપરહીરોનો જન્મ થયો હતો. ૨૦૦૧ની ‘યાદેં’ બાદ હવે ૨૦૨૩માં ફરી એક વાર સુપર હીરો સાથે મોટી સ્ક્રીન પર અમે આવી રહ્યા છીએ. આ ફિલ્મને મુક્તા આર્ટ્સ પ્રોડ્યુસ કરી રહી છે. મુક્તા આર્ટ્સ ઝી સ્ટુડિયો અને અમારા દરેક તરફથી જન્મદિવસની શુભેચ્છા ‘જૅકી’.’