09 November, 2023 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજય બહલ
અર્જુન કપૂરની ‘લેડીકિલર’ને લઈને કેટલીક અફવાઓ ચાલી હતી અને એને લઈને અજય બહલે તમામ અફવાઓનો અંત આણ્યો છે. આ ફિલ્મને પૂરી કરવામાં નથી આવી અને એને એ જ રીતે રિલીઝ કરવામાં આવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. એટલે કે ફિલ્મનો ક્લાઇમૅક્સ અધૂરો છોડવામાં આવ્યો હોવાની વાતો ચાલી રહી છે. આ ચર્ચાનું કારણ એ હતું કે કેટલીક સર્કાઝમમાં કરવામાં આવેલી કમેન્ટને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી. આ વિશે ફિલ્મના ડિરેક્ટર અજય બહલે કહ્યું કે ‘ફિલ્મ પૂરી થઈ છે કે નહીં એ વિશે જે ચર્ચા ચાલી રહી છે એ ખૂબ જ હાસ્યાસ્પદ છે. હું સમજી શકું છું કે વ્યંગમાં કંઈ કહ્યું હોય તો એની વ્યાખ્યા ખોટી રીતે કરવામાં આવી શકે છે. જોકે હું એ વાત કહેવા માગું છું કે ‘લેડી કિલર’ એક સંપૂર્ણ ફિલ્મ છે જેને દર્શકો માટે રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ પર મને ગર્વ છે. આ ફિલ્મને સફળ બનાવવા માટે એની સાથે સંકળાયેલા તમામ લોકોની મહેનત માટે હું તેમનો આભારી છું.’