‘ઝરા હટકે ઝરા બચકે’ની સફળતા બાદ દિનેશ વિજને કરી પંદર ફિલ્મોની જાહેરાત

22 June, 2023 03:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહિદ કપૂર અને ક્રિતી સૅનનની ‘ઍન ઇમ્પૉસિબલ લવ સ્ટોરી’ આ વર્ષે ૭ ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

દિનેશ વિજન

‘ઝરા હટકે ઝરા બચકે’ની ધમાકેદાર સફળતા બાદ દિનેશ વિજનના પ્રોડક્શન હાઉસ મૅડોક ફિલ્મ્સે ૧૫ ફિલ્મો જાહેર કરી છે. આ પ્રોડક્શન હાઉસે અગાઉ ‘ચોર નિકલકે ભાગા’ અને ‘સાસ, બહૂ ઔર ફ્લૅમિંગો’ બનાવી હતી. મૅડૉક ફિલ્મ્સની ફિલ્મોના લિસ્ટ પર ધ્યાન આપીએ તો શાહિદ કપૂર અને ક્રિતી સૅનનની ‘ઍન ઇમ્પૉસિબલ લવ સ્ટોરી’ આ વર્ષે ૭ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મને અમિત જોશી અને આરાધના સહાએ ડિરેક્ટ કરી છે. ત્યાર બાદ વિક્રાન્ત મૅસી અને દીપક ડોબરિયાલની ‘સેક્ટર 36’, જેને નવોદિત ડિરેક્ટર આદિત્ય નિંબાલકરે ડિરેક્ટ કરી છે. ‘હૅપી ટીચર્સ ડે’માં નિમ્રત કૌર અને રાધિકા મદન જોવા મળશે. ફિલ્મને મિખિલ મુસળે ડિરેક્ટ કરી રહ્યો છે. ‘પૂજા મેરી જાન’માં મૃણાલ ઠાકુર, હુમા કુરેશી અને વિજય રાઝ જોવા મળશે. ફિલ્મને નવજોત ગુલાટી અને વિપાશા અરવિંદે ડિરેક્ટ કરી છે. સોનાલી રતન દેશમુખ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી ‘સર્વગુણ સંપન્ન’માં વાણી કપૂર અને ઈશ્વાક સિંહ જોવા મળશે. હોમી અડાજણિયાએ ડિરેક્ટ કરેલી ‘મર્ડર મુબારક’માં સારા અલી ખાન, ડિમ્પલ કાપડિયા, પંકજ ત્રિપાઠી અને કરિશ્મા કપૂર દેખાશે. રાધિકા મદન અને વરુણ શર્માની ‘રૂમી કી શરાફત’ને પ્રશાંત ભાગિયાએ ડિરેક્ટ કરી છે. ‘મુંજ્યા’માં અભય વર્મા અને શર્વરી વાઘ જોવા મળશે. ફિલ્મને આદિત્ય સરપોતદારે ડિરેક્ટ કરી છે. જૉન એબ્રાહમ, માનુષી છિલ્લર અને નીરુ બાજવાની ‘તેહરાન’ને અરુણ ગોપાલને ડિરેક્ટ કરી છે. ‘ઇક્કીસ’માં ધર્મેન્દ્ર અને અગસ્ત્ય નંદા જોવા મળવાના છે. એને શ્રીરામ રાઘવને ડિરેક્ટ કરી છે. ‘છાવા’માં વિકી કૌશલ અને રશ્મિકા મંદાના લીડ રોલમાં દેખાશે. ફિલ્મને લક્ષ્મણ ઉતેકરે ડિરેક્ટ કરી છે. કરણ શર્માએ ડિરેક્ટ કરેલી ‘શિદ્દત 2’માં સની કૌશલ અને પરિણીતી ચોપડા જોવા મળશે. ‘સ્ત્રી 2’માં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, અભિષેક બૅનરજી અને અપારશક્તિ ખુરાના દેખાશે. એને અમર કૌશિકે ડિરેક્ટ કરી છે. ‘ભેડિયા 2’માં વરુણ ધવન અને ક્રિતી સૅનન જોવા મળશે. ફિલ્મના ડિરેક્ટર અમર કૌશિક ​છે. છેલ્લે આવે છે ‘VOV - વૅમ્પાયર્સ ઑફ વિજય નગર’. આ તમામ ફિલ્મોને મૅડૉક ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.

dinesh vijan entertainment news bollywood news bollywood gossips bollywood