દિલજિત દોસંજે કાઢ્યો બળાપો

27 April, 2023 02:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે હાલમાં જ કૅલિફૉર્નિયામાં યોજાયેલા કોચેલા મ્યુઝિક ફેસ્ટિવલમાં પર્ફોર્મ કર્યું હતું.

દિલજિત દોસંજ

દિલજિત દોસંજે હાલમાં જ સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોને આડે હાથ લીધા છે. તેણે હાલમાં જ કૅલિફૉર્નિયામાં યોજાયેલા કોચેલા મ્યુઝિક ફેસ્ટિવલમાં પર્ફોર્મ કર્યું હતું. આ વર્લ્ડ વાઇડ ફેમસ ફેસ્ટિવલ છે અને એમાં પહેલી વાર તેણે પર્ફોર્મ કર્યું હતું. આ દરમ્યાન તેણે રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે તેણે પંજાબીમાં જે કહ્યું હતું એ લોકોને સમજમાં ન આવતાં એનો અલગ મતલબ કાઢવામાં આવી રહ્યો છે. તેણે લોકોને આવા નકારાત્મક ન્યુઝ ફેલાવવાનું બંધ કરવા માટે પણ કહ્યું છે. હાલમાં જ સોશ્યલ મીડિયા પર એક ક્લિપ વાઇરલ થઈ છે. આ ક્લિપમાં દિલજિત એક મહિલા તરફ આંગળી ચીંધીને પંજાબીમાં કહી રહ્યો છે કે ‘મારાં બધાં પંજાબી ભાઈઓ અને બહેનો, આ છોકરી મારા દેશનો ઝંડો પકડીને ઊભી છે. દરેકને વિનંતી કરું છું કે નેગેટિવિટીથી દૂર રહો. મ્યુઝિક દરેક માટે છે.’

તેણે ત્યાં લોકોને નેગેટિવ વસ્તુથી દૂર રહેવા માટે કહ્યું હતું, નહીં કે રાષ્ટ્રધ્વજથી. આથી લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. જોકે તેની પંજાબી સમજમાં ન આવી હોવાથી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તેણે સોશ્યલ મીડિયામાં ફરી પંજાબીમાં કહ્યું હતું કે ‘ખોટા ન્યુઝ અને નેગેટિવિટી ફેલાવવાનું બંધ કરો. મેં કહ્યું હતું કે આ મારા દેશનો ઝંડો છે, આ મારા દેશ માટે છે. મતલબ એ હતો કે આ પર્ફોર્મન્સ મારા દેશ માટે છે. જો તમને પંજાબી ન આવડતું હોય તો ગૂગલ કરી લેવું. કોચેલા ખૂબ જ મોટો મ્યુઝિક ફેસ્ટિવલ છે જેમાં દુનિયાભરના લોકો ભાગ લે છે. આ જ કારણ છે કે મ્યુઝિક બધા લોકો માટે છે. તમારા જેવા લોકો પાસેથી શીખવું જોઈએ કે સારી વસ્તુને નકરાત્મકતામાં કેવી રીતે બદલવી. આ વસ્તુને પણ એક વાર ગૂગલ કરી લેવી.’

entertainment news bollywood news bollywood gossips bollywood diljit dosanjh indian flag