પહેલાં હા પાડીને પછી દિલ ચાહતા હૈના રીયુનિયનમાં કેમ ન આવ્યો અક્ષય ખન્ના?

30 August, 2026 10:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘દિલ ચાહતા હૈ’ના ૨૫ વર્ષ પૂર્ણ થતાં ફિલ્મની ટીમે રીયુનિયન કર્યું હતું. આમિર ખાન, સૈફ અલી ખાન સહિતના કલાકારો હાજર રહ્યા, પરંતુ અક્ષય ખન્ના છેલ્લી ઘડીએ તબિયત ખરાબ થતાં હાજરી આપી શક્યો નહોતો.

પહેલાં હા પાડીને પછી દિલ ચાહતા હૈના રીયુનિયનમાં કેમ ન આવ્યો અક્ષય ખન્ના?

૨૦૦૧ની ૧૦ ઑગસ્ટે રિલીઝ થયેલી ‘દિલ ચાહતા હૈ’ને ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે હાલમાં ફિલ્મની ટીમ ફરી એકઠી થઈ હતી. આ રીયુનિયનની તસવીરો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. રીયુનિયનમાં આમિર ખાન, સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, સોનાલી કુલકર્ણી ઉપરાંત ફિલ્મના મેકર્સ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની પણ હાજર રહ્યા હતા. જોકે આ રીયુનિયનમાં ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અક્ષય ખન્ના જોવા મળ્યો નહોતો, જેના કારણે તેના ફૅન્સ નિરાશ થયા હતા. હવે અક્ષયની ગેરહાજરીનું કારણ સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે અક્ષયે પહેલાં તો આ રીયુનિયનમાં હાજર રહેવાની તૈયારી બતાવી હતી પણ કમનસીબે છેલ્લી ઘડીએ તેની તબિયત ખરાબ થઈ જતાં તે હાજર રહી શક્યો નહોતો.

akshaye khanna dil chahta hai entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood social media