રાજકુમાર રાવે ડાન્સ શો 'બૂગી વૂગી'માં આપ્યું હતું ઓડિશન,થયો હતો રિજેક્ટ

24 October, 2020 02:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજકુમાર રાવે ડાન્સ શો 'બૂગી વૂગી'માં આપ્યું હતું ઓડિશન,થયો હતો રિજેક્ટ

રાજકુમાર રાવ

તાજેતરમાં અભિનેતા રાજકુમાર રાવ (Rajkummar Rao) અને નુસરત ભરૂચા (Nushrat Bharucha) તેમની આવનારી ફિલ્મ ‘છલાંગ’ના પ્રમોશનના ભાગરૂપે રિયાલિટી શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ના સેટ પર મહેમાન બનીને આવ્યા હતા. આ દરમ્યાન રાજકુમાર રાવે મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તેણે પોપ્યુલર ડાન્સ શો 'બૂગી વૂગી'માં પણ ઓડિશન આપ્યું હતું પણ તે રિજેક્ટ થયો હતો.

સોની ટીવીના રિયાલિટી શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'માં સ્પર્ધકોના પર્ફોમન્સ જોઈને રાજકુમાર રાવે જુની યાદો તાજા કરતા કહ્યું હતું કે, 'ઘણા વર્ષ પહેલાં જ્યારે હું 11મા ધોરણમાં હતો, ત્યારે હું મારા નાના ભાઈ સાથે બૂગી વૂગી માટે ઓડિશન આપવા માટે મુંબઈ આવ્યો હતો પરંતુ તે સમયે મને રિજેક્ટ કરી દેવામાં આવ્યો હતો. આજે અહીંયા આવીને આટલા સારા પરફોર્મન્સ જોઈને ઘણું સારું લાગે છે. કન્ટેસ્ટન્ટ સાથે મારા પરફોર્મન્સને 30 પોઈન્ટ્સ આપવા માટે જજનો આભાર.'

આ પણ વાંચો: લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ ‘છલાંગ’નું ટ્રેલર રિલીઝ

જ્યારે શોની જજ મલાઈકા અરોરાએ કહ્યું હતું કે, 'રાજ એક છૂપો રુસ્તમ ડાન્સર છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે તે ખરેખર એક સારો ડાન્સર છે. મને એક ફિલ્મમાં તેની સાથે ડાન્સ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. અમે ફિલ્મ ડોલી કી ડોલીનું એક સોન્ગ કર્યું હતું. જ્યારે અમે લોકો સેટ પર આવ્યા તો રાજ ઘણો શાંત હતો. પરંતુ જેવું સોન્ગ વાગ્યું કે તે ડાન્સની મસ્તીમાં ઝૂમી ઉઠ્યો.' આ ચર્ચા સાંભળીને નુસરતે કહ્યું કે તેને પાર્ટીમાં જોવો જોઈએ. જો તમે 90ના દશકનું બોલિવૂડ મ્યુઝિક વગાડશો તો તે સોન્ગ પર રાજ અદભુત ડાન્સ કરે છે.'

આ પણ વાંચો: Ludo Trailer Launch: રાજકુમાર રાવ સહિત જોવા મળશે અન્ય ઘણાં સિતારા

રાજકુમાર રાવ અને નુસરત ભરૂચાએ રિયાલિટી શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ના સેટ પર બહુ મસ્તી કરી હતી.

તમને જણાવી દઈએ કે, રાજકુમાર રાવ અને નુસરત ભરુચા બહુ જલ્દી ફિલ્મ ‘છલાંગ’માં જોવા મળશે. હંસલ મહેતાના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર 13 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં રાજકામર રાવ પીટી ટીચરની ભૂમિકામાં જોવા મળશે.

entertainment news bollywood bollywood news bollywood gossips rajkummar rao