07 November, 2023 03:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદર જૈન
તારા સુતરિયા અને આદર જૈનનું બ્રેકઅપ થયું હોવાની ચર્ચા છે. આ બન્ને ઘણા વખતથી રિલેશનમાં હોવાની ચર્ચા હતી, પરંતુ તેમણે ક્યારેય એનો સ્વીકાર નહોતો કર્યો. અનેક વખત તેઓ સાથે જોવા મળ્યાં હતાં. આદર છેલ્લે ‘હેલો ચાર્લી’માં જોવા મળ્યો હતો, તો તારાએ ૨૦૧૯માં આવેલી ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. હવે તે ‘અપૂર્વા’માં દેખાવાની છે. રિલેશનશિપ વિશે તારાએ કહ્યું કે હું કોઈ રિલેશનશિપમાં નથી.
એક વખત તેનું નામ ત્રણ અલગ-અલગ વ્યક્તિ સાથે જોડાયું હતું. સાથે જ તેના અફેરને લઈને જે અફવા ફેલાઈ છે એને લઈને તેના પેરન્ટ્સનાં શું રીઍક્શન હોય છે એ વિશે તારાએ કહ્યું કે ‘એ વિશે તેઓ જરાય ચિંતા નથી કરતા. મને વર્લ્ડના સૌથી કૂલ પેરન્ટ્સ મળ્યા છે. તેઓ જ્યારે સવારે મારા વિશેની બધી બાબતો વાંચે ત્યારે મારી પાસે આવે છે અને અમે ચા પીતી વખતે એના પર ખૂબ હસીએ છીએ. એક્સવાયઝેડ સાથે મારું નામ જોડાયેલું છે એ વિશે અમે સતત વાંચીએ છીએ. આવું તો મારી પહેલી ફિલ્મ રિલીઝ નહોતી થઈ ત્યારે પણ થયું હતું.’