17 December, 2025 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય ખન્ના અને ઐશ્વર્યા રાય
‘ધુરંધર’ને કારણે અક્ષય ખન્નાની લોકપ્રિયતામાં ભારે વધારો થયો છે ત્યારે તેની ભૂતકાળની રિલેશનશિપ પણ ચર્ચામાં આવી છે. અક્ષય ખન્ના અને કરિશ્મા કપૂરના સંબંધોની સાથે-સાથે અક્ષય અને ઐશ્વર્યા રાયની રિલેશનશિપ પણ ચર્ચામાં આવી છે. અક્ષય ખન્નાએ કરીઅરની શરૂઆતના દિવસોમાં ઐશ્વર્યા સાથે ‘તાલ’ અને ‘આ અબ લૌટ ચલેં’માં કામ કર્યું હતું. આ સમયે બન્ને વચ્ચે રિલેશનશિપની અફવાઓ હતી. જોકે પછી ‘હમ દિલ દે ચુકે સનમ’ના શૂટિંગ વખતે ઐશ્વર્યા અને સલમાન ખાનનું પ્રેમપ્રકરણ શરૂ થઈ જતાં અક્ષય ખન્ના અને ઐશ્વર્યા રાયના પ્રેમપ્રકરણનો અંત આવ્યો હતો.
અક્ષય ખન્નાને ઐશ્વર્યા અત્યંત પસંદ છે. વર્ષો પહેલાં કરણ જોહરના શો ‘કૉફી વિથ કરણ’માં અક્ષય ખન્નાને જ્યારે પૂછવામાં આવ્યું કે બૉલીવુડની સૌથી સેક્સી અભિનેત્રી કોણ છે ત્યારે જવાબ આપતાં તેણે એ સમયે ઐશ્વર્યાનું નામ આપ્યું હતું. પોતાના જવાબમાં અક્ષયે કહ્યું હતું કે ‘જ્યારે પણ હું ઐશ્વર્યાને મળું છું ત્યારે મારી નજર તેના પરથી હટતી જ નથી. પુરુષો માટે તો આ શરમની વાત છે, પણ તેને આવો અનુભવ થતો રહેતો હશે. મને આવી રીતે કોઈને જોવાની આદત નથી, પણ તેને તો હું પાગલની જેમ ઘૂરતો રહી જાઉં છું.’