શું મૌની રોય ચુપચાપ સગાઇ કરી લીધી?

10 August, 2020 11:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શું મૌની રોય ચુપચાપ સગાઇ કરી લીધી?

મૌની રોય

ટીવી સીરિયલ 'નાગિન' પરથી લોકોના દિલ પર રાજ કર્યા બાદ હવે મૌની રોય (Mouni Roy) ફિલ્મોમાં પોતાની અદાઓ છલકાવી રહી છે. મૌની હંમેશાં તેના ફોટગ્રાફ્સ અને  વીડિયોને કારણે હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં, મૌનીએ તેના ચાહકો સાથે આવો જ એક વીડિઓ શેર કર્યો છે, તેનો ફેન્સ એવો તુક્કો લડાવી રહ્યા છે કે કદાચ તેણે સગાઇ કરી લીધી છે. ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલા આ વીડિયોમાં તેમે સગાઇ કરી હોય તેવું લાગી રહ્યું છે કારણકે તેની રિંગ ફિંગર પર એક ડાયમંડ રિંગ ઝળહળી રહી છે.

આમ તો આ ઇન્સ્ટા સ્ટોરીમાં તે પોતાની દોસ્ત રોશની ચોપરાને કોઇ વાતે અભિનંદન આપી રહી છે પણ તેની રિંગ ફિંગર પર ચમકતો હીરો લોકોની નજરેથી નથી બચ્યો. શું તે ઇનડાયરેક્ટલી પોતાની સગાઇની જાહેરાત કરી રહી છે? મૌની રોય લૉકડાઉન પહેલાં વિદેશ ફસાઇ હતી અને પછી મોકો મળતાં તે ત્યાંથી નિકળીને લંડન પહોંચી હતી. તે લંડનથી પોતાના વીડિયોઝ, ફોટોગ્રાફ્સ વગેરે શૅર કરતી રહે છે. તે અયાન મુખર્જીના બ્રહ્માસ્ત્રમાં દેખાશે. ટેલિવિઝનથી કરિયર શરૂ કરનારી મૌની રોયે બૉલીવુડમાં પોતાનો સિક્કો જમાવ્યો છે અને તે મક્કમ ગતિએ પોતાનું સ્થાન મજબુત કરી રહી છે.

mouni roy bollywood news