07 October, 2025 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૅટરિના કૈફ અને વિકી કૌશલ
કૅટરિના કૈફ અને વિકી કૌશલ નજીકના ભવિષ્યમાં માતા-પિતા બનવાનાં છે. વિકી કૌશલના પરિવારમાં બાળકના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળે છે. રિપોર્ટ પ્રમાણે સોમવારે કૌશલ-પરિવારે બહુ ભવ્ય રીતે કૅટરિનાના બેબી-શાવરના ફંક્શનની ઉજવણી કરી લીધી છે. જોકે આ ફંક્શનમાં નજીકના મિત્રો અને પરિવારજનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. વિકી અને કૅટરિનાના પરિવારે તો આ ફંક્શનની સત્તાવાર જાહેરાત નહોતી કરી, પણ એમાં કેટરિંગની જવાબદારી નિભાવનાર સેલિબ્રિટી શેફ શિલાર્ના વાઝેએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આ ફંક્શનનો આડતકરો ઇશારો કરી દીધો હતો.