Shocking News: દિયા મિર્ઝા અને સાહિલ સાંઘા થયા અલગ

01 August, 2019 12:46 PM IST  |  મુંબઈ

Shocking News: દિયા મિર્ઝા અને સાહિલ સાંઘા થયા અલગ

દિયા મિર્ઝા પતિ સાહિલ સાંઘાથી થઈ અલગ

દિયા મિર્ઝાના ચાહકો માટે શોકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને પોતે પતિ સાહિલ સાંઘાથી અલગ થઈ રહી હોવાનો ખુલાસો કર્યો છે. બોલીવુડની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાંથી એક દિયા મિર્ઝાએ 11 વર્ષના સાથનો અંત લાવવાનો નક્કી કર્યું છે. જુઓ દિયા મિર્ઝાની પોસ્ટ અહીં...


દિયાએ લખ્યું છે કે, 11 વર્ષ સુધી એકસાથી જીવ્યા અને સાથે રહ્યા બાદ અમે પરસ્પર સહમતિથી અલગ રહેવાનો નિર્ણય કર્યો છે. અમે મિત્રો રહીશું. અને જ્યારે જરૂર પડશે ત્યારે પ્રેમ અને આદરથી એકબીજા માટે હાજર રહીશું. અમારા રસ્તાઓ હવે અલગ અલગ છે, પરંતુ અમે જે બંધનમાં હતા તેના માટે કૃતજ્ઞ રહીશું.


દિયાએ વધુમાં લખ્યું કે, અમે અમારા પરિવાર અને મિત્રોને તેમના પ્રેમ અને સમજણ માટે આભાર માનીએ છે. અને મીડિયાનો પણ તેમના સહયોગ બદલ આભાર માનીએ છે. અને અત્યારે અમારે પ્રાઈવસીની જરૂર છે તે વાતને સમજે. અમે આ મામલે વધુ કોઈ જ નિવેદન નહીં આપીએ.

આ પણ જુઓઃ સપના ના વાવેતરઃ જાણો આજકાલ શું કરે છે આ ધારાવાહિકના કલાકારો

સાહિલ સાંઘા ફિલ્મ મેકર છે, જેનું દિયા મિર્ઝા સાથે પ્રોડક્શન હાઉસ પણ છે. બંને ઘણીવાર પાર્ટીમાં જોવા મળતા હતા. 2009માં બંને મળ્યા હતા અને 2014માં સાહિલે દિયાને પ્રપોઝ કર્યું હતું.

dia mirza sahil sangha bollywood news