ધુરંધરનું ટાઇટલ-ટ્રૅક રિલીઝ, જોવા મળ્યો રણવીર સિંહનો ઍક્શન અંદાજ

17 October, 2025 09:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મનું ટ્રેલર ૧૨ નવેમ્બરે લૉન્ચ કરવામાં આવશે અને ફિલ્મ પાંચમી ડિસેમ્બરે રિલીઝ થશે

`ધુરંધર`માં રણવીર સિંહ

રણવીર સિંહને લીડ રોલમાં ચમકાવતી આદિત્ય ધરની ‘ધુરંધર’નો ટાઇટલ-ટ્રૅક ‘ના દે દિલ પરદેશી નુ’ રિલીઝ કરવામાં આવ્યો છે. આ ટાઇટલ-ટ્રૅકમાં રણવીર સિંહની સાથે-સાથે અન્ય કલાકારો અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, આર. માધવન અને સંજય દત્તનો પણ ઍક્શન અંદાજ જોવા મળી રહ્યો છે.  આ સાથે જાહેરાત કરવામાં આવી છે કે ફિલ્મનું ટ્રેલર ૧૨ નવેમ્બરે લૉન્ચ કરવામાં આવશે અને ફિલ્મ પાંચમી ડિસેમ્બરે રિલીઝ થશે.

‘ધુરંધર’ના ટાઇટલ-ટ્રૅકનો વિડિયો હવે સારેગામા મ્યુઝિકની યુટ્યુબ ચૅનલ પર લાઇવ છે અને ઑડિયો તમામ મોટાં પ્લૅટફૉર્મ્સ પર ઉપલબ્ધ છે. આ ટ્રૅકને શાશ્વત સચદેવ અને ચરણજિત આહુજાએ મૉડર્ન હિપ-હોપ અને પંજાબી ફ્લેવર સાથે બનાવ્યો છે. હનુમાનકાઇન્ડ, જૅસ્મિન સંડલસ, સુધીર યદુવંશી, શાશ્વત સચદેવ, મોહમ્મદ સાદિક અને રણજિત કૌરના અવાજે એને વધુ દમદાર બનાવ્યો છે. ગીતના લિરિક્સ હનુમાનકાઇન્ડ, જૅસ્મિન સંડલસ અને બાબુ સિંહ માને લખ્યા છે. હનુમાનકાઇન્ડનો આ પ્રથમ બૉલીવુડ પ્રોજેક્ટ છે. તેણે એમાં તેની રૅપ સ્ટાઇલ અને દેશી અંદાજ દર્શાવ્યાં છે.

ranveer singh aditya dhar upcoming movie entertainment news bollywood bollywood news