આદિત્ય ધરની સફળતા પાછળનો સાઇલન્ટ પાવર છે યામી ગૌતમ

24 March, 2026 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધુરંધરના કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ ઇન્ટરવ્યુમાં સ્ટાર કપલના તાલમેલ વિશે વાત કરી

ધુરંધરના કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડા

હાલમાં બૉક્સ-ઑફિસ પર ‘ધુરંધર : ધ રિવેન્જ’ની સફળતા ગાજી રહી છે. રણવીર સિંહને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મની ઐતિહાસિક સફળતા વચ્ચે જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાના નિવેદને બધાનું ધ્યાન ખેંચ્યું છે. મુકેશ છાબડાએ યામી ગૌતમને તેના પતિ ‘ધુરંધર : ધ રિવેન્જ’ના ડિરેક્ટર આદિત્ય ધરની સફળતા પાછળનો સાઇલન્ટ પાવર ગણાવી છે.

મુકેશ છાબડાએ સોશ્યલ મીડિયા પર ફિલ્મની ટીમ સાથેના કેટલાક ફોટો શૅર કરીને પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. તેણે ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધર અને લીડ ઍક્ટર રણવીર સિંહની ભરપૂર પ્રશંસા કરી હતી. આ સાથે મુકેશ છાબડાએ યામી માટે લખ્યું હતું કે ‘યામીનો પ્રેમ અને આશીર્વાદ જ આદિત્યની સફળતા પાછળનો ‘સાઇલન્ટ પાવર’ છે જે હંમેશાં તેની સાથે રહે છે. ફિલ્મના નિર્માણ દરમ્યાન યામીની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ રહી છે.’

dhurandhar mukesh chhabra aditya dhar yami gautam entertainment news bollywood bollywood news