21 April, 2026 03:59 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
જાસ્મીનના વાઈરલ વીડિયોના સ્ક્રીન ગ્રેબ - સૌજન્ય ટ્વીટર
તાજેતરમાં જ `ધુરંધર` ફિલ્મ ફેમ ગાયિકા જેસ્મિન સેન્ડલ્સનો એક કોન્સર્ટ અમદાવાદમાં યોજાયો હતો. જો કે કોન્સર્ટ કોઈ જુદા કારણોસર જ સોશ્યલ મીડિયા પર ચર્ચાઈ ગયો અને વાઈરલ થઈ ગયો. જેમસ્મિને ચાલુ શોમાં પોતાના માથે પાણી રેડ્યું હતું અને શરારતના ગીત પર ગાતાં ગાતાં ડાન્સ પણ કર્યો હતો. જો કે કોન્સર્ટ જોવા ગયેલા લોકોને જેસ્મીનનું વર્તન અણછાજતું લાગ્યું હતું. ઘણા બધા લોકોએ તેના લિપ-સિંક કરવા પર પણ ફિટકાર વરસાવ્યો હતો.
લાઈવ કોન્સર્ટમાં કોઈ એટલા માટે જાય જેથી તે ગાયક કે પરફોર્મરને પોતાની કળા રજૂ કરતા જુએ પણ અહીં તો લિપ સિંકનો સહારો લેવું જેસ્મીનને ભારે પડ્યું છે. ચાહકોએ લિપ-સિંક (lip-sync) ના દાવાઓ પર પણ સવાલો ઉઠાવ્યા છે. જેસ્મિન સેન્ડલ્સના અમદાવાદ કોન્સર્ટનું પરફોર્મન્સ સોશિયલ મીડિયા પર તેના ઓન-સ્ટેજ કૃત્યને કારણે વિવાદ જગાવ્યા બાદ વાયરલ થયું છે.
`ધુરંધર` ગાયિકા જેસ્મિન સેન્ડલ્સનું તાજેતરનું લાઈવ પરફોર્મન્સ ઓનલાઈન સૌથી વધુ ચર્ચિત ક્ષણોમાંની એક બની ગયું છે. `ધુરંધર` અને `ધુરંધર: ધ રિવન્જ` ના ગીતોથી દર્શકોનો પ્રેમ જીતનારી આ ગાયિકા હવે એક તદ્દન અલગ કારણોસર ટ્રેન્ડ કરી રહી છે. અમદાવાદના એક કોન્સર્ટની ક્લિપ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
વીડિયોમાં, જે અત્યારે ઓનલાઈન વ્યાપકપણે ફરતો થયો છે, જેસ્મિન સ્ટેજ પર ઉત્સાહપૂર્વક પરફોર્મ કરતી જોવા મળે છે અને ત્યારબાદ પરફોર્મન્સની વચ્ચે જ પોતાના પર પાણી રેડે છે.
જેસ્મિને તાજેતરમાં અમદાવાદમાં એક લાઈવ કોન્સર્ટમાં પરફોર્મ કર્યું હતું, જ્યાં તે હાઈ-એનર્જી સેટ રજૂ કરતી વખતે ભીડ સાથે ગુજરાતીમાં વાતચીત કરતી જોવા મળી હતી. તેણે તેનું લોકપ્રિય `ધુરંધર` ટ્રેક `શરારત` પણ રજૂ કર્યું હતું, જે ગીતે ચાહકોમાં ભારે લોકપ્રિયતા મેળવી છે. જેવું ગીત શરૂ થયું, ગાયિકા ઉત્સાહમાં આવી ગઈ હોય તેમ લાગતું હતું, તે જોરશોરથી નાચવા લાગી અને પ્રેક્ષકો સાથે વાતચીત કરવા લાગી. જોકે, ઇન્ટરનેટનું ધ્યાન ખેંચનારી ક્ષણ ત્યારે આવી જ્યારે તેણે સ્ટેજ પર પોતાના માથે પાણીની બાટલી ખાલી કરી. હા, અમદાવાદમાં બહુ ગરમી છે એ ખરું પણ આ વીડિયો જરા અણછાજતો તો લાગે જ છે.
અમદાવાદ કોન્સર્ટ અટેન્ડ કરવા ગયેલા લોકો અને સોશિયલ મીડિયા યુઝર્સે પણ પરફોર્મન્સથી નિરાશા વ્યક્ત કરી હતી, એવો દાવો કર્યો હતો કે ગાયિકા લાઈવ ગાવાને બદલે રેકોર્ડ કરેલા ટ્રેક્સ પર આધાર રાખીને પરફોર્મ કરતી હતી. ઇવેન્ટ માટે પૈસા ખર્ચનારા ચાહકોએ ઓનલાઈન રોષ વ્યક્ત કરતા કહ્યું કે તેઓ વધુ સારા લાઈવ વોકલ પરફોર્મન્સની અપેક્ષા રાખતા હતા. વાયરલ ક્લિપ બહુ બધા પ્લેટફોર્મ પર ફેલાતા ટીકાઓ આકરી બની હતી.
જાણીતા સંગીત દિગ્દર્શક પાર્થ ભરત ઠક્કરે પણ આ અંગે પોતાના સોશિયલ મીડિયા પર પોતાની લાગણી વ્યક્ત કરી. તેણે પોતાની પોસ્ટમાં સીધી વાત કરતાં લખ્યું હતું કે, "આ દુનિયામાં કોઈપણ કલાકાર કે અન્ય કોઈ વ્યક્તિ પ્રખ્યાતી કે પૈસાને ગ્રાન્ટેડ લેવા માંડે પછી તે બહુ લાંબો સમય ટકતાં નથી. આર્ટિસ્ટ પોતાની જાતને જ સ્ટાર સમજવા માંડે તો તેમને ખબર પણ નહીં પડે કે પોતે શીખવાનું અને વિકસવાનું ક્યારે અટકાવી દીધું. જો કલાકારને સફળતાને લીધી અભિમાન થશે તો તેની પ્રખ્યાતી બહુ ટૂંકા સમય માટે હશે." આ ઉપરાંત જેસ્મીનનો વીડિયો શેર કરી તેની પર તેમણે લખ્યું હતું કે, "એક કમ્પોઝર તરીકે મને આ અવાજ બહુ જ ગમે છે પણ મને એ ઑડિયન્સ માટે કરાબ લાગે છે જેમણે પૈસા અને સમય ખર્ચીને આ કોન્સર્ટમાં જવાનું નક્કી કર્યું જ્યાં કલાકારો પોતાના જાણીતા ગીત પર લિપ સિંક કરવાનું નક્કી કર્યું અને લાઈવ ગીત ન ગાયું. મને આશા છે કે આર્ટિસ્ટને એ વાત સમજાય કે આ સ્તરે પહોંચવા માટે કેટલી મહેનત પડે છે અને તે ભવિષ્યમાં આવી સ્થિતિને વધુ સિરિયસલી લે."
ઓનલાઈન જાતભાતના પ્રતિભાવ આવ્યા. કેટલાક યુઝર્સે પરફોર્મન્સની મજાક ઉડાવી હતી, જ્યારે અન્યોએ ગાયિકાની સ્ટેજ એનર્જીનો બચાવ કર્યો હતો.
એક યુઝરે કોમેન્ટ કરી, "આ તો થોડા દિવસ પહેલા સંસ્કારી થઈ ગઈ હતી???"("Yeah to kuch din pehle Sanskari ho gyi thi???".) બીજાએ લખ્યું, "દરેક વ્યક્તિ KK નથી હોતી..." ("Har koyi KK nahi hota...").
ત્રીજાએ કહ્યું, "જ્યારે તમારી પાસે અસલી ટેલેન્ટ ન હોય, ત્યારે તમારે ફક્ત તમારા વાળ ભીનાં કરવા પડે છે" ("When you don`t have real talent, you just gotta soak your hair") બીજી એક કોમેન્ટમાં લખ્યું હતું, "ઓટો-ટ્યુન વાળા ક્યાં લાઈવ ગાઈ શકશે" ("Auto tune waale kahaan live gaa sakenge"). જેસ્મિન સેન્ડલ્સે `ધુરંધર` અને `ધુરંધર: ધ રિવેન્જ`ના ગીતોની સફળતાને કારણે ફરીથી લોકપ્રિયતા મેળવી છે.