13 February, 2026 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`ધુરંધર’
સિનેમાઘરોમાં જબરદસ્ત ધૂમ મચાવ્યા બાદ સ્પાય ઍક્શન થ્રિલર ફિલ્મ ‘ધુરંધર’એ ૩૦ જાન્યુઆરીએ OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર તેલુગુ અને તામિલ ઑડિયો વિકલ્પ સાથે પોતાનું ડેબ્યુ કર્યું. આ રિલીઝના પહેલા ૩ દિવસમાં જ ફિલ્મને ૭૬ લાખથી વધુ વ્યુઝ મળ્યા. નેટફ્લિક્સના ટૉપ ૧૦ ગ્લોબલ ચાર્ટ્સ મુજબ ફિલ્મ નૉન-ઇંગ્લિશ મૂવી કૅટેગરીમાં નંબર વન પર રહી. હવે સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા મુજબ ફિલ્મના ૧૦ દિવસમાં કુલ ૧૫૮ લાખ વ્યુઝ નોંધાયા, જેમાંથી ૮૨ લાખ વ્યુઝ માત્ર બેથી ૮ ફેબ્રુઆરી દરમ્યાન મળ્યા હતા. હાલ પ્લૅટફૉર્મના ડેટા મુજબ ફિલ્મ ૧૧ દેશોમાં નંબર વન પર ટ્રેન્ડ કરી રહી છે.