ગલ્ફના ૬ દેશોમાં બૅન છતાં ધુરંધરે પરદેશમાં ૭ દિવસમાં ગ્રૉસ ૭૦+ કરોડ રૂપિયા રળ્યા

13 December, 2025 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગલ્ફના ૬ દેશોએ બૅન કરી હોવા છતાંય પરદેશમાં ધુરંધરનો ધમાકેદાર બિઝનેસ, ૭ દિવસમાં ગ્રૉસ ૭૦+ કરોડ રૂપિયા રળ્યા, રણવીર સિંહને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ‘ધુરંધર’ ભારતમાં ધૂમ મચાવી રહી છે, પણ પાકિસ્તાનવિરોધી હોવાને કારણે ૬ દેશોએ એને બૅન કરી દીધી છે.

ધુરંધર

રણવીર સિંહને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ‘ધુરંધર’ ભારતમાં ધૂમ મચાવી રહી છે, પણ પાકિસ્તાનવિરોધી હોવાને કારણે ૬ દેશોએ એને બૅન કરી દીધી છે. બાહરિન, કુવૈત, ઓમાન, કતર, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં આ ફિલ્મ રિલીઝ નથી થઈ શકી. જોકે એ છતાંય આ ફિલ્મે પરદેશમાં પહેલા અઠવાડિયામાં ૭૦.૬૦ કરોડ રૂપિયાનું ગ્રૉસ કલેક્શન કર્યું છે.

ભારતમાં ૭ દિવસમાં ૨૧૮ કરોડ

‘ધુરંધર’ રિલીઝ થયાને અઠવાડિયું પૂરું થઈ ગયું છે અને આ ફિલ્મે ૭ દિવસમાં ભારતમાં બૉક્સ-ઑફિસ પર ૨૧૮ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે.

ranveer singh dhurandhar akshaye khanna pakistan bahrain kuwait oman saudi arabia united arab emirates bollywood buzz bollywood news bollywood events bollywood entertainment news