ધીમે ધીમે પૂરું થઈ રહ્યું છે ધર્મેન્દ્રનું સપનું, શેર કરી આ તસવીર

28 July, 2019 05:49 PM IST  |  મુંબઈ ડેસ્ક

ધીમે ધીમે પૂરું થઈ રહ્યું છે ધર્મેન્દ્રનું સપનું, શેર કરી આ તસવીર

ધર્મેન્દ્ર (ફાઇલ ફોટો)

બોલીવુડના હી-મેન એટલે કે ધર્મેન્દ્ર પોતાના મસ્તમોલા અંદાજ માટે જાણીતા છે. ધર્મેન્દ્રને પર્યાવરણ પ્રત્યે પણ ઘણો પ્રેમ છે. તાજેતરમાં જ પર્યાવરણને લઈને ધર્મેન્દ્રની એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે, સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા ધર્મેન્દ્રએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી છે. ધર્મેન્દ્રની આ તસવીર 1994ની છે. આ તસવીરને શેર કરતાં એક્ટરે કેપ્શનમાં લખ્યું, "આ કાગળ સત્યની નજીક, આ પહાડીને લીલાશભરી બનાવવા માટે ધરમનો દૃઢ નિર્ણય 1994થી અત્યાર સુધી ચાલું જ છે. તેમની કૃપા, તમારી દુઆ અને મારી મહેનતથી હું મારા લક્ષ્યમાં સફળ જરૂર થઈશ." પોતાના ફેવરિટ અભિનેતાની આ પોસ્ટ પર ચાહકો પણ કમેન્ટ કરતાં તેના વખાણ કરે છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર ધર્મેન્દ્ર હાલ સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ થઇ ગયો છે. તાજેતરમાં જ ધર્મેન્દ્રની એક તસવીર સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ તસવીર પણ તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.

પોતાની આ જૂની તસવીર શેર કરતાં ધર્મેન્દ્રએ લખ્યું હતું કે, "આપ્યું છે પ્રેમ જ ધરમે, કેમ કેટલાક લોકો દુઃખ આપી જાય છે તેને...." ધર્મેન્દ્રની આ પોસ્ટ પણ તેના ચાહકોને ખૂબ જ ગમી હતી.

આ પણ વાંચો : Happy Birthday Sanjubaba: કોઈ ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી છે સંજય અને માન્યતાની લવ સ્ટોરી

આમ તો ધર્મેન્દ્ર મોટાભાગે પોતાના ફાર્મ હાઉસ પર જ પસાર કરવાનું પસંદ કરતા હોય છે, પણ જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બોલીવુડને ઘણી સારી ફિલ્મો આપનાર અભિનેતા ધર્મેન્દ્ર ટૂંક સમયમાં જ સંગીત સિવાનના નિર્દેશનમાં બનતી ફિલ્મ 'ચિયર્સ સેલિબ્રેટ લાઇફ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે બૉબી દેઓલ પણ હશે. ધર્મેન્દ્ર અને બૉબીની આ ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થશે.

dharmendra bollywood bollywood news bollywood events bollywood gossips