હેમા માલિનીએ જ્યારે ઝાડુ લગાવ્યું ત્યારે ધર્મેન્દ્રએ કહ્યું આવું

15 July, 2019 08:27 PM IST  |  મુંબઈ ડેસ્ક

હેમા માલિનીએ જ્યારે ઝાડુ લગાવ્યું ત્યારે ધર્મેન્દ્રએ કહ્યું આવું

હેમા માલિનીના ઝાડૂ લગાવવા પર ધર્મેન્દ્રએ કહ્યું આવું....

સ્વચ્છતા અભિયાન પ્રત્યે લોકોને પ્રેરિત કરવાના ઉદ્દેશ સાથે તાજેતરમાં જ બોલીવુડ અભિનેત્રી અને સાંસદ હેમા માલિનીએ સંસદ પરિસરમાં ઝાડૂ લગાવ્યું હતું. હેમા માલિની સાથે અન્ય સાંસદ પણ અભિયાનમાં સામેલ થયા હતા. હેમાએ જે રીતે સંસદમાં ઝાડૂ લગાવ્યું, તેને લઈને તે સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ થઈ હતી. હવે તેના પર ધર્મેન્દ્રએ પણ પ્રતિક્રિયા આપી છે.

હકીકતે ધર્મેન્દ્રને ટ્વિટર પર એક યૂઝરે પ્રશ્ન કર્યો હતો કે સર મેડમે ક્યારેય ઝાડૂ ઉપાડ્યું છે કે? સામાન્ય રીતે આવા સવાલોની અવગણના કરવામાં આવતી હોય છે, પણ ધર્મેન્દ્રએ તેનો જવાબ આપ્યો, જેની આશા પણ ન હતી તેવો. ધર્મેન્દ્રએ લખ્યું, હા ફિલ્મ્સમાં. મને પણ અનાડી લાગતી હતી. પણ મેં બાળપણમાં હંમેશાં મારી માતાને મદદ કરી છે. હું ઝાડૂ લગાવવામાં માહેર હતો. મને સફાઇ ખૂબ જ ગમે છે.

ધર્મેન્દ્રની આ ઇમાનદાર પ્રતિક્રિયાનું ચાહકોએ સ્વાગત કર્યું છે. જણાવીએ તે ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ છે અને તે પોતાના ચાહકો સાથે સંવાદ કરતો હોય છે. જો કે ઘણીવાર નેગેટિવ કમેન્ટ્સને કારણે તે દુઃખી થઈ જતો હોય છે.

છેલ્લે આ જ કારણસર ધર્મેન્દ્રએ ટ્વિટર છોડવાનો નિર્ણય કરી લીધો હતો, જો કે ચાહકોની જિદને કારણે તેણે પોતાનો નિર્ણય બદલ્યો. ત્યારે ધર્મેન્દ્રએ કહ્યું કે તમને બધાંને વાંચતાં વાંચતાં મન ભરાઇ ગયું. તમારો પ્રેમ મેળવવા માટે અભિનેતા બન્યો. જી ભર કે જો દી હૈં મુજે આપને... તન્હાઇયા... સુની તો ચલી થી... આપસે દૂર.... અબ કહાં જાઉંગા.....

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

પોતાના ફાર્મ હાઉસ પર સમય પસાર કરતો ધર્મેન્દ્ર ઘણીવાર પોતાના વીડિયોઝ શેર કરે છે, જેમાં તે પ્રકૃતિના ખોળે, ખેતરો અને બાગ બગીચાની મજા માણે છે.

bollywood bollywood events hema malini bollywood news bollywood gossips