29 April, 2026 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધનુષ બનશે સંજય લીલા ભણસાલીનો હીરો
દક્ષિણ અને હિન્દી સિનેમામાં પોતાની ઓળખ બનાવી ચૂકેલો ધનુષ હવે સંજય લીલા ભણસાલી સાથે કામ કરવા જઈ રહ્યો છે. તેણે સંજય લીલા ભણસાલીની એક માઇથોલૉજિકલ જંગલ ડ્રામા ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મને સંજય લીલા ભણસાલી પોતાના પ્રોડક્શન હાઉસના બૅનર હેઠળ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં લીડ રોલ માટે રામ ચરણ તેજા સાથે વાતચીત ચાલી રહી હતી, પણ એ શક્ય બન્યું નહોતું. આખરે આ રોલ માટે ધનુષને સાઇન કરવામાં આવ્યો છે. ધનુષે બૉલીવુડમાં ‘રાંઝણા’, ‘અતરંગી રે’ અને ‘તેરે ઇશ્ક મેં’ જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી છે અને હવે તે એક અલગ પ્રકારની ફિલ્મમાં નવા પ્રકારના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થશે.