બદલામાં મારા સીન્સ વધારે હોવા છતાં ફિલ્મ અમિતાભની કહેવામાં આવી હતી

28 November, 2019 10:58 AM IST  |  Mumbai

બદલામાં મારા સીન્સ વધારે હોવા છતાં ફિલ્મ અમિતાભની કહેવામાં આવી હતી

તાપસી પન્નૂ

તાપસી પન્નુનું માનવું છે કે બૉલીવુડ પુરુષ પ્રધાન છે અને એથી જ ‘બદલા’માં તેનાં વધારે દૃશ્યો હોવા છતાં ફિલ્મ અમિતાભ બચ્ચનની કહેવામાં આવી હતી. આ વિશે વિસ્તારમાં જણાવતાં તાપસીએ કહ્યું હતું કે ‘મેં જ્યારે ‘બદલા’ કરી, ત્યારે એમાં મારા કામનાં દિવસો અથવા તો દૃશ્યો અમિતાભ બચ્ચન કરતાં પણ વધુ હતાં. તેઓ આ ફિલ્મનાં હીરો હતા. મેં ફિલ્મમાં નેગેટિવ પાત્ર ભજવ્યુ છે. જોકે નેગેટીવ પાત્ર ફિલ્મમાં મુખ્ય પાત્ર કરતાં વધુ સમય સુધી જોવા મળે છે. ફિલ્મ રિલીઝ થઈ અને આ ફિલ્મને અમિતાભ બચ્ચનની ફિલ્મ કહેવામાં આવી. હા, મેં જ્યારે આ વિશે ચર્ચા કરી અને કહ્યું કે મેં ફિલ્મમાં એક સમાન કામ કર્યું છે. ત્યાર બાદ જ લોકોએ મને ઓળખ આપી અને ફિલ્મને લઈને મારા નામ પર પણ ચર્ચા કરવા લાગ્યા. બૉલીવુડ પુરુષ પ્રધાન ઇન્ડસ્ટ્રી છે. તેઓ એ વાતની નોંધ નહીં લે કે ખરા અર્થમાં મેં ફિલ્મમાં વધુ કામ કર્યું છે. ફિલ્મને સરની ફિલ્મ ગણવામાં આવી. એ જાણવા છતાં કે ફિલ્મમાં
મારાં દૃશ્યો વધારે હતાં કોઈ એને મહિલા પ્રધાન ફિલ્મ નહીં જણાવે અને એને અમિતાભ બચ્ચનની ફિલ્મ જ ગણવામાં આવશે અને ક્રેડિટ પણ તેમને જ આપવામાં આવશે.’

taapsee pannu amitabh bachchan