'ગુંજન સકસેના...'ના સ્ટ્રીમિંગને અટકાવવાની ના પાડી દિલ્હી હાઈ કોર્ટે

03 September, 2020 06:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

'ગુંજન સકસેના...'ના સ્ટ્રીમિંગને અટકાવવાની ના પાડી દિલ્હી હાઈ કોર્ટે

નેટફ્લિક્સ પર આ ફિલ્મ 12 ઑગસ્ટે રિલીઝ થઈ છે

દિલ્હી હાઈ કોર્ટે ગઈ કાલે ‘ગુંજન સકસેના : ધ કારગિલ ગર્લ’ના સ્ટ્રીમિંગને અટકાવવાની ના પાડી હતી. કેન્દ્રએ આ ફિલ્મના સ્ટ્રીમિંગને અટકાવવામાં આવે એવી અપીલ કરી છે. ઇન્ડિયન ઍરફોર્સનાં મહિલા પાઇલટ ગુંજન સકસેનાની લાઇફ પર આ ફિલ્મમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. જોકે ફિલ્મમાં ઍરફોર્સની છબીને ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર આ ફિલ્મ 12 ઑગસ્ટે રિલીઝ થઈ છે. અપીલ પર થયેલી સુનાવણીમાં જસ્ટિસ રાજીવ શકધરે કેન્દ્રને સવાલ કર્યો હતો કે ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં અપીલ કેમ ન કરવામાં આવી. ફિલ્મ રિલીઝ થયા બાદ હવે એને ન અટકાવી શકાય. હાઈ કોર્ટે ધર્મા પ્રોડક્શન્સ, કરણ જોહર, હીરુ યશ જોહર, સીઈઓ અપૂર્વ મેહતા, ઝી એન્ટરટેઇનમેન્ટ, ડિરેક્ટર શરણ શર્મા અને નેટફ્લિક્સ પાસે આ અરજી પર જવાબ માગ્યો છે. સાથે જ તેમનું એમ પણ કહેવું છે કે ભૂતપૂર્વ ફ્લાઇટ લેફ્ટનન્ટ ગુંજન સકસેનાને પણ નોટિસ આપીને તેમનો જવાબ માગવામાં આવે. આ મામલાની હવે આગામી સુનાવણી 18 સપ્ટેમ્બરે કરવામાં આવશે.

બીજી તરફ સરકારનું પ્રતિનિધિત્વ કરનાર ઍડિશનલ સૉલિસિટર જનરલ સંજય જૈને કહ્યું હતું કે ‘આ ફિલ્મે ભારતીય વાયુસેનાની છબીને ખરાબ કરી છે કેમ કે ફિલ્મમાં દેખાડવામાં આવ્યુ છે કે દળમાં જાતીય ભેદભાવ કરવામાં આવે છે, જે ખોટું છે.’

entertainment news bollywood netflix jhanvi kapoor delhi high court