સુશાંત સિંહ રાજપૂતના પિતાને ઝટકો, HCએ SSR પર બનતી ફિલ્મ અટકવવાની પાડી ના

10 June, 2021 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મને પરિવારની સહમતિ વગર શૂટ કરવામાં આવી છે અને રાજપૂતના નિધનની ભૂમિકા એક મુખ્ય આરોપીને ફિલ્મમાં `ઑર્કેસ્ટ્રેટેડ તરીકે` લૉન્ચ કરવામાં આવ્યા છે. 

તસવીર સૌજન્ય મિડ-ડે

દિલ્હી હાઇ કૉર્ટે બૉલિવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના જીવન પર આધારિત ફિલ્મ `ન્યાય- ધ જસ્ટિસ`ની રિલીઝ અટકાવવા માટે ના પાડી દીધી છે. રાજપૂતે ગયા વર્ષે મુંબઇ સ્થિત પોતાના ફ્લેટમાં જ આપઘાત કરી લીધો હતો.

હાઇકૉર્ટે સુશાંત સિંહ રાજપૂતના પિતા કૃષ્ણ કિશોર સિંહની અરજી ફગાવી દીધી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મને પરિવારની સહમતિ વગર શૂટ કરવામાં આવી છે અને રાજપૂતના નિધનની ભૂમિકા એક મુખ્ય આરોપીને ફિલ્મમાં `ઑર્કેસ્ટ્રેટેડ તરીકે` લૉન્ચ કરવામાં આવ્યા છે. 

જસ્ટિસ સંજીવ નરૂલાની આગેવાની ધરાવતી પીઠે ફિલ્મ નિર્માતાઓને ખર્ચનો હિસાબ રાખવા માટે પણ કહ્યું છે. એપ્રિલમાં હાઇકૉર્ટે સુશાંત સિંહ રાજપૂતના પિતાની અરજી પર તે સમયે ફિલ્માવવામાં આવતી જુદી જુદી ફિલ્મોના નિર્માતાઓને જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું. રાજપૂતના પિતા કે કે સિંહે પોતાના દીકરાનું નામ કે તેના જેવા નામનો ઉપયોગ સિલ્વર સ્ક્રીન પર કરવાથી કોઇને પણ અટકાવવાની માગ કરી હતી.

ન્યાયઃ ધ જસ્ટિસ સિવાય, અન્ય આગામી ફિલ્મો જે સુશાંત સિંહ રાજપૂતના જીવનની આસપાસ ફરે છે, તે છે સુસાઇડ ઑર મર્ડરઃ એ સ્ટાર વૉઝ લૉસ્ટ, શશાંક આ સિવાય એક અજ્ઞાત ક્રાઉડ-ફંડેડ પ્રૉજેક્ટ પણ છે.

કેકે સિંહે પોતાની અરજીમાં કહ્યું હતું કે પ્રતિવાદી (ફિલ્મ નિર્માતાઓ) સ્થિતિનો લાભ ઉઠાવવતા આ તક ઝડપી લેવાના પ્રયત્નો કરી રહ્યા છે અને સુશાંતના નામે નાટક, ફિલ્મો, વેબસિરીઝ, પુસ્તકો તેમજ અન્ય સામગ્રી પ્રકાશિત કરી શકે છે જે તેમના દીકરાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. અરજીમાં `પ્રતિષ્ઠાની હાનિ, માનસિક આઘાત અને ઉત્પીડન` માટે રૂપિયા 2 કરોડના આર્થિક દંડની પણ માગ કરી હતી.

national news delhi high court sushant singh rajput bollywood news bollywood bollywood gossips