'ડ્રીમ ગર્લ'ને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો, ફિલ્મની વિરુદ્ધ આપ્યો આ આદેશ

22 September, 2019 03:57 PM IST  |  નવી દિલ્હી

'ડ્રીમ ગર્લ'ને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો, ફિલ્મની વિરુદ્ધ આપ્યો આ આદેશ

'ડ્રીમ ગર્લ'ને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો

ફિલ્મ ડ્રીમ ગર્લના ગીત ઢલાલા લાગલી કલને દિલ્હી હાઈકોર્ટે કૉપીરાઈટનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ ગીતને તમામ ડિજિટલ પ્લેટફોર્મ પરથી હટાવવાના આદેશ આપ્યો છે. સારેગામા ઈન્ડિયા મ્યુઝિક કંપનીએ ડ્રીમ ગર્લ ફિલ્મના નિર્માતાઓ સામે દિલ્હી હાઈકોર્ટમાં મામલો દાખલ કરાવ્યો હતો.

ડ્રીમગર્લ ફિલ્મના નિર્માતાઓએ ઢગાલા લાગલી કલ ગીત પર એક પ્રમોશનલ વીડિયો બનાવ્યો હતો. જેમાં આયુષ્માન ખુરાના સાથે રિતેશ દેશમુખ પણ હતા. હવે દિલ્હી હાઈકોર્ટે તેને કોપીરાઈટના ઉલ્લંઘનનો મામલો માનીને ગીતને તમામ ડિજિટલ પ્લેટફોર્મ પરથી હટાવવાનો આદેશ આપ્યો છે.


આયુષ્માન ખુરાના અને નુસરકત ભરૂચાની ફિલ્મ ડ્રીમ ગર્લ બૉક્સ ઑફિસ પર બીજા અઠવાડિયે પણ શાનદાર કમાણી કરી રહી છે. જો કે ફિલ્મના નિર્માતાઓને દિલ્હી હાઈકોર્ટના આ નિર્ણયથી ઝટકો લાગ્યો છે.

આ પણ જુઓઃ એવી તસવીરો જે અભિનેત્રીઓ ક્યારેય જોવાનું નહીં કરે પસંદ....

ઢગાલા લાગલી કલ એક મરાઠી ગીત છે જેમાં દાદા કોંડકેની મહત્વની ભૂમિકા હતી. આ ગીત મરાઠી ફિલ્મ બોટ લાવીન તિથે ગુદગુલ્યા નામની મરાઠી ફિલ્મમાંથી લેવામાં આવ્યું હતું. દિલ્હી હાઈકોર્ટે આ પહેલા બાલાજી મોશન પિક્ચર્સને ગીતના કોઈ પણ ભાગનો ઉપયોગ કરવાની ના પાડી હતી. સારેગામાએ કોર્ટમાં કેસ દાખલ કર્યા બાદ જજ રાજીવ સહાયે આ આદેશ આપ્યો છે.

delhi high court ayushmann khurrana nushrat bharucha