અભિષેક બચ્ચનનું નામ કે તસવીરો વાપરશો તો ફસાશો! દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય

12 September, 2025 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Delhi HC protects Abhishek Bachchan’s personality rights: અભિષેક બચ્ચને પ્રસિદ્ધિ અને વ્યક્તિત્વના અધિકારોના રક્ષણ માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો; હવે હાઈકોર્ટે અભિનેતાની અરજી પર વચગાળાનો નિર્ણય આપ્યો

અભિષેક બચ્ચનની ફાઇલ તસવીર

બોલિવૂડ (Bollywood) અભિનેતા અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના અવાજ, નામ, ફોટા અને વીડિયો વગેરેનો ગેરકાયદેસર ઉપયોગ મોંઘો સાબિત થઈ શકે છે. જો અબિનેનાથી પરવાનગી વગર તેનો ઉપયોગ કરવામાં આવશે તો કાનૂની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)એ પ્રસિદ્ધિ એટલે કે પર્સનાલિટી અને વ્યક્તિત્વના અધિકારોના રક્ષણ માટેની અભિષેક બચ્ચનની અરજીની સુનાવણી કરી છે.

દિલ્હી હાઈકોર્ટે અભિનેતાના અભિષેક બચ્ચન વ્યક્તિત્વ પ્રતીકોના ગેરકાયદેસર ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો (Delhi HC protects Abhishek Bachchan’s personality rights) છે. તાજેતરમાં અભિષેક બચ્ચને પોતાના પ્રચાર અને વ્યક્તિત્વ અધિકારોના રક્ષણની માંગણી સાથે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો, જેના પર હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે.

દિલ્હી હાઈકોર્ટે અભિષેક બચ્ચનના વ્યક્તિત્વ અધિકારોનું રક્ષણ કર્યું છે અને ઓનલાઈન પ્લેટફોર્મને તેના નામ અથવા ફોટોગ્રાફ્સનો ગેરકાયદેસર રીતે વ્યાપારી લાભ માટે ઉપયોગ કરવાથી અટકાવ્યા છે. હાઈકોર્ટે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે બચ્ચનના વ્યક્તિત્વ પ્રતીકો, જેમાં તેમનું નામ, ફોટોગ્રાફ્સ અને સહીનો સમાવેશ થાય છે, તેનો પ્રતિવાદી વેબસાઇટ્સ અને પ્લેટફોર્મ્સ દ્વારા તેની પરવાનગી વિના, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ જેવા તકનીકી સાધનોનો ઉપયોગ કરીને દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

જસ્ટિસ તેજસ કારિયાએ ૧૦ સપ્ટેમ્બરના રોજ આપેલા આદેશમાં કહ્યું હતું કે, આ સુવિધાઓ વાદીના વ્યાવસાયિક કાર્ય અને તેમની કારકિર્દી દરમિયાનના તેમના સંબંધો સાથે સંબંધિત છે. તેમનો અનધિકૃત ઉપયોગ અભિનેતાની વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠાને અસર કરે છે.

તમને જણાવી દઈએ કે, દિલ્હી હાઈકોર્ટે ૧૦ સપ્ટેમ્બરના રોજ આ કેસમાં નિર્ણય અનામત રાખ્યો હતો. આ આદેશ શુક્રવારે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.

હાઈકોર્ટે જણાવ્યું હતું કે, અભિષેક બચ્ચને એક તરફી મનાઈ હુકમ આપવા માટે પ્રથમ દ્રષ્ટિએ સારો કેસ સ્થાપિત કર્યો છે. ઉપરાંત, સુવિધાનું સંતુલન તેમના પક્ષમાં છે અને જો આ કેસમાં મનાઈ હુકમ આપવામાં નહીં આવે, તો તે વાદી અને તેમના પરિવારને માત્ર આર્થિક રીતે જ નહીં પરંતુ સન્માન સાથે જીવવાના તેમના અધિકારને પણ ન ભરવાપાત્ર નુકસાન પહોંચાડશે.

કોર્ટે અભિષેક બચ્ચનની અરજી પર આ વચગાળાનો આદેશ આપ્યો હતો, જેમાં તેમણે પોતાના વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરવા અને ઓનલાઈન પ્લેટફોર્મને તેમના નામ, ફોટોગ્રાફ્સ અને AI-જનરેટેડ અયોગ્ય અને વાંધાજનક સામગ્રીનો ગેરકાયદેસર ઉપયોગ કરતા અટકાવવાની માંગ કરી હતી.

તમને જણાવી દઈએ કે, અગાઉ મંગળવારે અભિષેક બચ્ચનની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)એ પણ વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરવા અને ઓનલાઈન પ્લેટફોર્મને તેમના નામ, ફોટોગ્રાફ્સ અને AI-જનરેટેડ પોર્નોગ્રાફિક સામગ્રીનો ગેરકાયદેસર ઉપયોગ કરવાથી રોકવા માટે આવી જ અરજી દાખલ કરી હતી. એટલું જ નહીં, વર્ષ ૨૦૨૩માં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan)એ પણ તેના સ્વાસ્થ્ય પર ભ્રામક સામગ્રીને રોકવા અને દૂર કરવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

abhishek bachchan delhi high court ai artificial intelligence entertainment news bollywood bollywood news