શાહરુખની ‘પઠાન’ના સેટ પર જોવા મળી દીપિકા

05 July, 2021 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ મસાલા ફિલ્મ લોકોને થિયેટર્સ સુધી ખેંચી લાવવામાં સક્ષમ હશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દીપિકા પાદુકોણ

શાહરુખ ખાનની ‘પઠાન’ના સેટ પર દીપિકાw પાદુકો‌ણ જોવા મળી હતી. જોકે આ ફિલ્મમાં તેનો શું રોલ હશે એ વિશે વધુ જાણવા નથી મળ્યું. સિદ્ધાર્થ આનંદ આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યો છે. શાહરુખ અને દીપિકાએ આ અગાઉ ‘ઓમ શાંતિ ઓમ’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’ અને ‘હૅપી ન્યુ યર’માં કામ કર્યું હતું. આ ફિલ્મો લોકોને ખૂબ પસંદ પડી હતી. એવામાં ડિરેક્ટરને પણ એ જ આશા છે કે આ જોડીનો એ જાદુ ફરીથી બૉક્સ-ઑફિસ પર રેલાઈ જાય. આ ફિલ્મમાં જૉન એબ્રાહમ પણ લીડ રોલમાં છે. આ સુપરસ્ટાર્સને જોવા માટે લોકો પણ થનગની રહ્યા છે. શાહરુખ ઘણા સમય બાદ ફિલ્મોમાં પાછો ફરી રહ્યો છે. મહામારી હોવા છતાં પણ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોવાથી એક સ્ટ્રૉન્ગ અને પૉઝિટિવ મેસેજ મળે છે. શાહરુખ અને દીપિકાની જોડી લોકોને ખૂબ પસંદ પડે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા આ ફિલ્મમાં એકદમ અલગ અવતારમાં જોવા મળવાની છે. આ મસાલા ફિલ્મ લોકોને થિયેટર્સ સુધી ખેંચી લાવવામાં સક્ષમ હશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

bollywood news bollywood bollywood gossips Shah Rukh Khan deepika padukone