ફિલ્મનું શૂટિંગ કરતાં પહેલાં દીપિકા બ્રૅન્ડનાં કમિટમેન્ટ્સ પૂરાં કરશે

08 September, 2020 08:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મનું શૂટિંગ કરતાં પહેલાં દીપિકા બ્રૅન્ડનાં કમિટમેન્ટ્સ પૂરાં કરશે

દીપિકા પાદુકોણ

શકુન બત્રાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરે એ પહેલાં દીપિકા પદુકોણ પોતાનાં અધૂરાં કમિટમેન્ટ્સ પૂરાં કરવાની છે. લૉકડાઉનમાં રાહત મળતાં ફિલ્મોનું શૂટિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. દીપિકા ફિલ્મનાં શૂટિંગ માટે ગોવા જવાની છે. લૉકડાઉનને કારણે વિવિધ બ્રૅન્ડ્સનું શૂટિંગ અટકી પડ્યું હતું. જોકે દીપિકાએ ત્રણ દિવસની અંદર એને પૂરાં કરવાનું નક્કી કર્યું છે, સાથે જ પૂરતી સાવચેતી પણ રાખવાની છે. એથી વિવિધ બ્રૅન્ડ્સનાં શૂટિંગ તે પૂરા કરવા માગે છે, કેમ કે એક વખત ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં જ તે એને સમય નહીં આપી શકે. તેની પાસે અનેક બ્રૅન્ડ્સ છે જેને તે ઘણાં વર્ષોથી એન્ડોર્સ કરતી આવી છે. લૉકડાઉન દરમ્યાન પણ તેણે અન્ય બ્રૅન્ડ્સ પણ સાઇન કરી છે. પોતાના રોલ માટે પણ તેણે ઑનલાઇન નરેશન મેળવીને તૈયારી કરી હતી. હૉલીવુડની ‘ઇન્ટર્ન’ની રિમેકની સાથે તેની પાસે હાલમાં પ્રભાસ સાથેની ફિલ્મ અને ‘દ્રોપદી’ પણ છે.

bollywood bollywood news bollywood gossips deepika padukone