રણવીર સાથે 83માં કામ કરવું ખૂબ જ રિફ્રેશિંગ હતું : દીપિકા

24 February, 2020 12:43 PM IST  |  Mumbai

રણવીર સાથે 83માં કામ કરવું ખૂબ જ રિફ્રેશિંગ હતું : દીપિકા

રણવીર-દીપિકા

‘83’માં રણવીર સિંહ સાથે કામ કરવાથી દીપિકા પાદુકોણને રિફ્રેશિંગ ફીલ થઈ રહ્યું છે. આ ફિલ્મમાં રણવીર ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં અને દીપિકા તેમની વાઇફ રોમી દેવના પાત્રમાં જોવા મળશે. આ બન્નેએ આ અગાઉ ‘ગોલિયોં કી રાસલીલા: રામલીલા’ અને ‘બાજીરાવ મસ્તાની’માં સાથે કામ કર્યું હતું. ‘83’માં ફરીથી હસબન્ડ સાથે કામ કરવાના અનુભવ વિશે જણાવતાં દીપિકાએ કહ્યું હતું કે ‘આ સારી વાત છે. એ એક રિફ્રેશિંગ ચેન્જ હતો, કારણ કે જે પ્રકારની ફિલ્મો અમે સાથે કરી હતી એ મુજબ તો આ ફિલ્મ પૂરી રીતે અલગ હતી. અમારી અગાઉની ફિલ્મોનો સમયગાળો, કૅરૅક્ટર્સ, કૉસ્ચ્યુમ્સ અને ડાયલૉગ્સ બધું જ અલગ હતું એથી તેની સાથે આ ફિલ્મમાં કામ કરવુ રિફ્રેશિંગ રહ્યું હતું.

આ પણ વાંચો : કિયારા અડવાણીની તસવીર પર ડબ્બુ રત્નાનીનો જવાબ, જાણો અહીં

અમે પહેલાં જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું એના કરતાં આ ફિલ્મનાં કૅરૅક્ટર્સ એકદમ અલગ હતાં અને એથી અમે ઘણી વાર ચોંકી જતાં હતાં અને અમારે એકમેકને યાદ કરાવવું પડતું હતું કે અમે સાથે કામ કરી ચૂક્યાં છીએ. આવી કન્ટેમ્પરરી ફિલ્મોમાં ફરીથી સાથે કામ કરવા માટે અમે ઉત્સાહી છીએ.’

ranveer singh deepika padukone bollywood news