દીપિકા પાદુકોણે ડિપ્રેશન અંગે કહ્યું, 'ખબર નહોતી પડતી શું થઈ રહ્યું છે’

19 June, 2019 04:04 PM IST  | 

દીપિકા પાદુકોણે ડિપ્રેશન અંગે કહ્યું, 'ખબર નહોતી પડતી શું થઈ રહ્યું છે’

દીપિકા પાદુકોણ (ફાઇલ ફોટો)

બોલીવુડની લીડિંગ લેડી દીપિકા પાદુકોણ પોતાને ગ્લોબલ આઇકન તરીકે સ્થાન મેળવવામાં સફળ થઈ છે. દીપિકા એક એવી અભિનેત્રી છે જે લાઇમલાઈટમાં રહેવા છતાં પણ ક્લિનિકલ ડિપ્રેશન અને એન્ગ્ઝાઇટી વિશે વાત કરતાં ખચકાટ અનુભવતી નથી. એટલું જ નહીં તે બધાં માટે પ્રેરણારૂપ પણ બની ચૂકી છે. તાજેતરમાં જ એક ચેમ્પિયન તરીકે ક્લિનિકલ ડિપ્રેશનમાંથી બહાર આવવાની પોતાની જર્ની વિશે તેણે પોતે જ ખુલીને વાત કરી.

અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વિશે એક પોસ્ટ શૅર કરતાં લખ્યું, "રિસર્ચ એન્ડ આઉટરિચ પ્રોગ્રામ સિવાય, ધ યૂથ એન્ગ્ઝાઇટી કેન્દ્ર એ છ વર્ષમાં 75,000થી વધુ ટ્રીટમેન્ટ સેશન અરેન્જ કર્યા છે. આ કંઇક એવું છે જેના પર ગર્વ કરવાની જરૂર છે. અહીં મને આમંત્રણ આપવા માટે તમારો આભાર. અને મને મારી સ્ટોરી શેર કરવાની તક આપ્યા બદલ #AnnaWintourનો ખાસ આભાર. આ સિવાય પણ તેણે કેન્દ્રને શુભેચ્છાઓ આપી અને સાથે જ મોટિવેશન આપતાં તેણે કહ્યું કે જો તમે જલ્દી પહોંચવા માગો છો તો એકલા જાઓ, અને જો તમે દૂર જવા માંગતાં હોવ તો એકસાથે જાઓ."

આ પણ વાંચો : અર્જૂન કપૂરે આ રીતે ઉડાવી મલાઈકાની મજાક, મલાઈકાએ આપ્યો જવાબ

તે વિશે વધું વાત કરતાં દીપિકાએ કહ્યું કે, "વિશ્વમાં 300 મિલિયન લોકો એન્ગ્ઝાઇટી અને ડિપ્રેશનથી પીડિત છે. જ્યાં સુધી મને લાગે છે કે ડિપ્રેશન અને એન્ગ્ઝાઇટી કોઇપણ પ્રોફેશન, કોઇપણ કામ, લિંગ અને વિશ્વના કોઈપણ ભાગમાં ક્યાંય પણ થઇ શકે છે. મારી માટે સૌથી મુશ્કેલ સમય તે હતો જ્યારે મને પોતાને જ ખ્યાલ નહોતો કે શું થઈ રહ્યું છે. જે દિવસે મને સમજાયું અને તેનું એક નામ છે ક્લિનિક ડિપ્રેશન કહેવાતું હતું. હું પહેલાથી જ સારો અનુભવ કરી રહી હતી. જો કોઇ એવી વસ્તું છે જે મારી રિકવરી સમયે મેં શીખી છે, તે છે તમારે ધીરજ રાખવાની જરૂર છે અને આશા પર વિશ્વ આખું કાયમ છે. સુપર મેને એકવાર કહ્યું હતું, "એકવાર જ્યારે તમે આશા રાખો છો તો બધું જ શક્ય છે."

deepika padukone bollywood bollywood events bollywood gossips bollywood news