અર્જૂન કપૂરે આ રીતે ઉડાવી મલાઈકાની મજાક, મલાઈકાએ આપ્યો જવાબ

Published: Jun 19, 2019, 15:53 IST

સાર્વજનિક જીવનમાં બન્નેએ ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર નથી કર્યો. જ્યારે પણ તક મળે અર્જુન કપૂર મલાઇકાની નજીક જવાનું ચૂકતો નથી

અર્જુન કપૂર અને મલાઇકા અરોરા
અર્જુન કપૂર અને મલાઇકા અરોરા

દુનિયાની ચિંતા કર્યા વગર ફિલ્મ અભિનેતા અર્જુન કપૂર(Arjun Kapoor) અને મલાઇકા અરોરા (Malaika Arora)ની કથિત લવ સ્ટોરીની દિવસે ને દિવસે ચર્ચા વધતી જાય છે. સાર્વજનિક જીવનમાં બન્નેએ ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર નથી કર્યો. જ્યારે પણ તક મળે અર્જુન કપૂર મલાઇકાની નજીક જવાનું ચૂકતો નથી. તેનો એક નજારો તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો. અર્જુન કપૂર મલાઇકા અરોરાને હેરાન કરતો જોવા મળ્યો.

મલાઈકાએ શૅર કરી હતી તસવીરો

નોંધનીય છે કે મલાઇકા અરોરાએ સૌશિયલ મીડિયા પર પોની ટેલ બાંધવાની પાંચ રીતો દર્શાવતી તસવીરો શેર કરી હતી પણ અંતિમ તસવીરમાં પણ તે પોની ટેલ બાંધી શકી નહોતી. આ વાતનો લાભ લેતાં અર્જુન કપૂરે કમેન્ટ કરી છે, મલાઇકા અરોરાએ આ કમેન્ટનો જવાબ પણ આપ્યો છે.

 
 
 
View this post on Instagram

#tuesdayteachings .... 5 steps on how u can learn to tie a ponytail 👱‍♀️👱‍♀️ .👀😜🤣.....#tossntie (swipe right )

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) onJun 18, 2019 at 1:15am PDT

અર્જૂને ઉડાવી મજાક

મલાઇકાએ લખ્યું છે, "5 રીત જેનાથી તમે પોનીટેલ બાંધતાં શીખી શકો છો." ત્યાર પછી તેણે આ સોશિયલ મીડિયા પર શેર કરી. જેના પર અર્જૂન કપૂરે કમેન્ટ કરતાં લખ્યું છે કે, "5 ફોટો પછી પણ નથી બંધાઇ."મલાઇકાએ આનો જવાબ વાળતાં કહ્યું, "અચ્છા".

આ પણ વાંચો : ઓબેસિટી સાથેની મારી લડાઈ ખૂબ જ મુશ્કેલ રહી છે : અર્જુન

આ વર્ષે લગ્નની છે ચર્ચા

ઘણીવાર એવી ચર્ચા થતી હોય છે કે બન્ને આ વર્ષે લગ્ન કરવાના છે. જો કે બન્નેએ આ વાતનો સ્વીકાર કર્યો નથી. અર્જુન કપૂર ટૂંક સમયમાં જ તેની આગામી ફિલ્મ પાનીપતમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન આશુતોષ ગોવારિકર કરી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK