MAMIના ચૅરપર્સનના પદથી રિઝાઇન કર્યું દીપિકા પાદુકોણે

13 April, 2021 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક કલાકાર તરીકે મુંબઈ જે મારું બીજું ઘર છે, એમાં દુનિયાભરના સિનેમાને અને ટૅલન્ટને એકસાથે લાવવાથી મને તક મળી છે. જોકે મને એ અહેસાસ થયો કે પોતાના વર્તમાન કામની સાથે MAMIના કામ પર હું જરૂરી એટલું વધુ ધ્યાન નહોતી આપી શકતી.

દીપિકા પાદુકોણ (ફાઇલ ફોટો)

દીપિકા પાદુકોણે MAMI એટલે કે મુંબઈ ઍકૅડેમી ઑફ ધ મૂવિંગ ઇમેજના ચૅરપર્સનના પદ પરથી રિઝાઇન કર્યું છે. તેણે ૨૦૧૯માં આ પદભાર સંભાળ્યો હતો. MAMI એક પબ્લિક ટ્રસ્ટ છે જે વાર્ષિક મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરે છે. જોકે કામનું વધુપડતું ભારણ હોવાને કારણે તે MAMIની જવાબદારી પર ધાર્યું ધ્યાન નહોતી આપી શકતી. એની માહિતી આપતાં પોતાનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી હતી કે ‘MAMIના બોર્ડમાં હોવાથી મને એક ચૅરપર્સન તરીકે સેવા આપવાનો અનુભવ શાનદાર રહ્યો હતો. એક કલાકાર તરીકે મુંબઈ જે મારું બીજું ઘર છે, એમાં દુનિયાભરના સિનેમાને અને ટૅલન્ટને એકસાથે લાવવાથી મને તક મળી છે. જોકે મને એ અહેસાસ થયો કે પોતાના વર્તમાન કામની સાથે MAMIના કામ પર હું જરૂરી એટલું વધુ ધ્યાન નહોતી આપી શકતી. એ જાણીને કે MAMI બેસ્ટ હાથોમાં છે હું હવે એનાથી અલગ થઈ રહી છું. આ ઍકૅડેમી સાથે મારો લગાવ અને સંબંધ તો હવે આજીવન રહેશે.’

bollywood news bollywood bollywood gossips deepika padukone