દીપિકા પાદુકોણે તેની વિવાદાસ્પદ ૮ કલાકની શિફ્ટની ડિમાન્ડ વિશે કરી સ્પષ્ટતા

16 October, 2025 01:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે એક ઇન્ટરવ્યુમાં દીપિકાએ આ મામલે પોતાનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કર્યો છે તેમ જ ઇન્ડસ્ટ્રીના ડબલ સ્ટાન્ડર્ડ પર વાત કરી છે

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ તેની ફિલ્મોમાં ૮ કલાકની શિફ્ટની ડિમાન્ડને કારણે વિવાદમાં સપડાયેલી છે, કારણ કે તેની આવી ડિમાન્ડને કારણે તેના હાથમાંથી ‘સ્પિરિટ’ અને ‘કલ્કિ 2898 AD’ જેવા બે મોટા પ્રોજેક્ટ્સ નીકળી ગયા છે. દીપિકાની આ ડિમાન્ડને કારણે કેટલાક લોકો તેને અનપ્રોફેશનલ ગણાવી રહ્યા છે. હવે એક ઇન્ટરવ્યુમાં દીપિકાએ આ મામલે પોતાનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કર્યો છે તેમ જ ઇન્ડસ્ટ્રીના ડબલ સ્ટાન્ડર્ડ પર વાત કરી છે.

દીપિકાએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘એક મહિલા તરીકે મારી આ ડિમાન્ડ દબાણ કે કંઈક બીજું લાગે છે તો એ યોગ્ય છે; પરંતુ આ કોઈ સીક્રેટ નથી કે ઇન્ડિયન ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ઘણા સુપરસ્ટાર્સ, મેલ સુપરસ્ટાર્સ વર્ષોથી ૮ કલાક કામ કરી રહ્યા છે અને આ વાતની ક્યારેય ચર્ચા નથી થઈ. હું હાલમાં નામ નથી લેવા માગતી અને એને મોટો મુદ્દો નથી બનાવવા માગતી, પરંતુ આ ખૂબ જ સામાન્ય વાત છે. બધાને ખબર છે કે ઘણા મેલ ઍક્ટર્સ વર્ષોથી રોજ ૮ કલાક કામ કરતા આવ્યા છે. એમાંથી ઘણા સોમવારથી શુક્રવાર સુધી માત્ર ૮ કલાક કામ કરે છે. તેઓ વીક-એન્ડમાં કામ નથી કરતા. મારી ડિમાન્ડને ખોટી રીતે ચર્ચાનો મુદ્દો બનાવવામાં આવ્યો છે.’

deepika padukone entertainment news bollywood bollywood news