‘છપાક’ અને ‘83’ પછી આ ખેલાડીની બાયોપિકમાં દેખાશે દીપિકા પાદુકોણ

03 September, 2019 04:56 PM IST  |  મુંબઈ ડેસ્ક

‘છપાક’ અને ‘83’ પછી આ ખેલાડીની બાયોપિકમાં દેખાશે દીપિકા પાદુકોણ

દીપિરા પાદુકોણ દેખાઈ શકે છે પીવી સિન્ધુના પાત્રમાં

દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં જ કપિલ દેવના જીવન પર આધારિત ફિલ્મ ‘83’માં જોવા મળશે, તો બીજી તરફ એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની બાયોપિક ‘છપાક’નું શૂટિંગ પણ પૂરું કરી ચૂકી છે. ત્યારે દીપિકા પાદુકોણ વધુ એક ઇન્ટરનેશનલ ચેમ્પિયનની બાયોપિકમાં દેખાશે.

હવે તમે વિચારતા હશો કે કયા ખેલાડીની વાત થઈ રહી છે. હવે દીપિકા પાદુકોણ બેડમિંટન ચેમ્પિયન પીવી સિંધુની બાયોપિકમાં દેખાઈ શકે છે. પીવી સિંધુએ એક વાતચીત દરમિયાન જણાવ્યું કે તે પોતાની બાયોપિકમાં દીપિકા પાદુકોણને લીડ રોલ ભજવતી જોવા માગે છે.

સોનુ સુદે પીવી સિંધુને તેની બાયોપિક અંગે સવાલ કર્યો હતો. જેના જવાબમાં સિંધુએ કહ્યું કે તે ઇચ્છે છે કે સ્ક્રીન પર તેનું પાત્ર દીપિકા પાદુકોણ ભજવે. કારણકે દીપિકા એવા પરિવારમાંથી છે જ્યાં બેડમિંટનની સૂક્ષ્મતાઓનો તેને બાળપણથી જ ખ્યાલ છે. સાથે જ દીપિકા એક સારી બેડમિંટન પ્લેયર પણ છે.

ઉલ્લેખનીય છે કે 2 વર્ષ પહેલાથી સોનૂ સૂદ પીવી સિંધૂની બાયોપિકને લઈને તૈયારી કરી રહ્યા છે. તેમણે જાહેરાત કરી હતી કે સોનૂ સૂદ બેડમિંટન વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુ પર એક બાયોપિક નિર્માણ કરશે.

પોતાના ડ્રીમ પ્રૉડેક્ટ વિશે વાત કરતાં, અભિનેતા-નિર્માતાએ કહ્યું હતું કે, "જ્યારે પીવી સિંધુએ ઓલમ્પિક પદક જીત્યો હતો, ત્યારે મેં તેના પર બાયોપિક બનાવવા વિશે વિચાર્યું અને શોધ કરવાની શરૂઆત કરી દીધી. તેની યાત્રા વિશે જાણવું રસપ્રદ રહ્યું, જેણે દરરોજ 50 કિલોમીટર દૂર બેડમિંટન કેમ્પમાં જઈને પ્રૅક્ટિસ કરી, આ જાણીને હું આ ફિલ્મ માટે પ્રેરિત થયું."

આ પણ વાંચો : Sadhana: એક સમયે બોલીવુડમાં ગણાતા હતા સ્ટાઈલ આઈકન

પણ તાજેતરમાં આવેલી ખબર પ્રમાણે દીપિકા ‘83’ પછી હાલમાં કોઈ ફિલ્મ સાઇન કરવામાં ઇન્ટ્રસ્ટેડ નથી. પણ સોનૂ સૂદે એટલું જણાવ્યું કે તે કોચ તરીકે અક્ષય કુમારના લેવા માટેની વાત કરી રહ્યા છે. જેના વિશે અત્યારે કોઇ જ ચોક્કસ માહિતી મળી નથી. આશા છે કે નિર્માતા ટૂંક સમયમાં જ નિર્ણય લેશે અને બાયોપિકની કાસ્ટિંગની જાહેરાત કરશે.

deepika padukone pv sindhu bollywood bollywood events bollywood gossips bollywood news