દીપિકા પાદુકોણે કોરોના વાઇરસને કારણે પૅરિસની ફૅશન વીક ટૂર કૅન્સલ કરી

03 March, 2020 04:27 PM IST  | 

દીપિકા પાદુકોણે કોરોના વાઇરસને કારણે પૅરિસની ફૅશન વીક ટૂર કૅન્સલ કરી

દીપિકા પાદુકોણે કોરોના વાઇરસને કારણે પૅરિસની ફૅશન વીક ટૂર કૅન્સલ કરી છે. તેને લક્ઝરી ફૅશન બ્રૅન્ડ લુઇ વિત્તોંએ આ ફૅશન વીકમાં હાજરી આપવા માટે ઇન્વાઇટ કરી હતી. જોકે કોરોના વાઇરસના ફેલાતા સંક્રમણને કારણે દીપિકાએ પૅરિસ જવાનું ટાળ્યું છે. દીપિકા ફ્રાન્સમાં લુઇ વિત્તોંના FW2020 શોને પૅરિસમાં અટેન્ડ કરવા માટે જવાની હતી. જોકે કોરોના વાઇરસે ફ્રાન્સમાં પગપેસારો કર્યો છે એ જાણ્યા બાદ દીપિકાએ એ ટ્રિપ કૅન્સલ કરી છે.

bollywood bollywood news bollywood gossips deepika padukone paris coronavirus