દીપિકા અને રણવીર સિંહની જોડી સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મમાં જોવા મળે

04 October, 2019 08:07 PM IST  |  મુંબઈ ડેસ્ક

દીપિકા અને રણવીર સિંહની જોડી સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મમાં જોવા મળે

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને સંજય લીલા ભણસાલી જ્યારે પણ સાથે આવ્યા છે. તેમની ફિલ્મો બૉક્સ ઑફિસ પર બ્લૉકબસ્ટર પુરવાર થઈ છે. હવે ફરી એકવાર જ્યારે સંજય લીલા ભણસાલી પોતાની આગામી ફિલ્મ ગંગૂબાઈની તૈયારી કરી રહ્યા છે તેવા સમયે રણવીર અને દીપિકા પાદુકોણ તેના ઑફિસની બહાર સ્પૉટ કરવામાં આવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે ગંગૂબાઈ માટે આલિયા ભટ્ટનું નામ તે પહેલાથી જ ફાઇનલ કરી ચૂક્યા છે, પણ હવે રણવીર અને દીપિકા સાથે તેની મુલાકાત બાદ અનેક પ્રકારની અફવાઓ અને રિપોર્ટ્સ ફેલાઇ રહ્યા છે.

ભણસાલીની ગંગુબાઇમાં રણવીર અને દીપિકાની જોડી કેમિયો કરી શકે છે
એક રિપોર્ટ પ્રમાણે સંજય લીલા ભણસાલી માટે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જોડી ખૂબ જ લકી છે, તેથી તે ગંગૂબાઈમાં કેમિયો રોલમાં દેખાઇ શકે છે. જો કે આ કહેવાનું બાકી છે કે આ જોડી કેમિયો હશે કે આ ફિલ્મમાં તેમનું સંપૂર્ણ પાત્ર હશે. રિપોર્ટ પ્રમાણે આ બન્ને અભિનેતા અને અભિનેત્રી આ અઠવાડિયે ભણસાલીની ઑફિસ બહાર જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

ભણસાલીએ પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ ઇન્શાઅલ્લાહને ટાળી દીધો છે
તો ભણસાલીની વાત કરીએ તો તેણે તાજેતરમાં જ પોતાના ડ્રીમ પ્રૉજેક્ટ ઇન્શાઅલ્લાહને ટાળી દીધો છે. તાજેતરમાં જ સલમાને પણ સ્પષ્ટ કરી દીધું કે તે ઇન્શાઇલ્લાહમાં નહીં રહે. જો કે, આ ફિલ્મ કોઇ અન્ય અભિનેતા સાથે પણ બની શકે છે. તો આલિયાએ પણ કહ્યું કે તે ઇન્શાઅલ્લાહમાં કામ કરવા માગતી હતી, પણ હવે તે ભણસાલીની આગામી ફિલ્મમાં હશે. એવામાં જોવાનું એ છે કે હવે સલમાન ખાને ભણસાલીની ફિલ્મ છોડી દીધા બાદ શું રણવીર અને દીપિકા પાદુકોણ તેની નૈયા પાર ઉતારશે.

deepika padukone ranveer singh bollywood sanjay leela bhansali bollywood news