TIARAના રિપોર્ટમાં ઝળક્યાં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, અક્ષયકુમાર

29 October, 2020 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

TIARAના રિપોર્ટમાં ઝળક્યાં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, અક્ષયકુમાર

દીપિકા પાદૂકોણ, અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન

TIARAના રિસર્ચ રિપોર્ટમાં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, અક્ષયકુમાર અને મનીષ પૉલ ચમક્યાં છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન બ્રૅન્ડ્સે 2020 માટે અમિતાભ બચ્ચનને સૌથી સન્માનિત, દીપિકા પાદુકોણને સૌથી સુંદર, અક્ષયકુમારને આકર્ષક અને મનીષ પૉલને ટીવીના મોસ્ટ મૅચો પર્સનાલિટીના રૂપમાં જાહેર કર્યાં છે. આ રિસર્ચમાં કુલ 23 શહેરોના લોકોએ વોટિંગ કર્યું હતું. આ રિસર્ચમાં વિશ્વાસ, ઓળખ, આકર્ષણ, સન્માન અને અપીલ માટે એક સંક્ષિપ્ત અધ્યયન છે જે છબી, વ્યક્તિત્વ અને વિવિધ માપદંડોના આધારે કરવામાં આવે છે.

deepika padukone amitabh bachchan bollywood news entertainment news