દીપિકાની એક ઉપલબ્ધિ, ફેશન સાથે જોડાયેલા 500 લોકોમાં એકમાત્ર ભારતીય

06 October, 2019 12:18 PM IST  |  મુંબઈ

દીપિકાની એક ઉપલબ્ધિ, ફેશન સાથે જોડાયેલા 500 લોકોમાં એકમાત્ર ભારતીય

દીપિકા પાદુકોણ

બિઝનેસ ઑફ ફેશનના ટૉપ 500ના લિસ્ટમાં એકમાત્ર ભારતીય દીપિકા પાદુકોણ છે. જે એક ગ્લોબલ ફેશન ઈન્ડસ્ટ્રીનું ઑનલાઈન પ્લેટફૉર્મ છે. આ પ્લેટફૉર્મ દર વર્ષે BoF 500ની યાદી જાહેર કરે છે. જે આખા વિશ્વના ફેશન ઈન્ફ્લૂઅન્સરને સન્માનિત કરે છે. હાલમાં જ તેમણે પોતાની સાતમી યાદી જાહેર કરી છે. જેમાં મહિલા અને પુરૂષ BoF 500નું નામ સામેલ છે.

આખા વિશ્વમાં આ લોકો 2.4 ટ્રિલિયન ડૉલરની ફેશન ઈન્ડસ્ટ્રી પર પ્રભાવ પાડે છે. જેમાં એકમાત્ર ભારતીયનું નામ દીપિકા પાદુકોણ છે.

વેબસાઈટે આ વિશે લખ્યું છે કે,  'દીપિકા પાદુકોણ એક ભારતીય અભિનેત્રી અને નિર્માતા છે. ભારતમાં સૌથી વધુ મહેનતાણુ મેળવતી અભિનેત્રી છે. તે દેશમાંથી લોકપ્રિય હસ્તીઓમાંથી એક છે. જેનું નામ 2018માં ટાઈમ મેગેઝીનના દુનિયાના સૌથી વધુ 100 પ્રભાવશાળી લોકોમાંથી એક છે. દીપિકા પાદુકોણ એક સક્રિય સેલિબ્રિટી એન્ડોર્સર છે. તે અનેક બ્રાન્ડ અને ઉત્પાદનોની સેલિબ્રિટી બ્રાન્ડ એન્ડોર્સર છે. જેમાં ટિસોટ, મેબલિન, કોકા-કોલા અને લોરિયલ પેરિસ સામેલ છે. સાથે તે પોતાની વ્યક્તિગત શૈલી માટે પણ જાણીતી છે. તે પશ્ચિમી લક્ઝરી ફેશન લેબલને દેસી ભારતીય ડિઝાઈનર્સ સાથે મળીને સારું કોમ્બિનેશન બનાવે છે.'

કેટલાક મહીના પહેલા દીપિકા પાદુકોણ ડિઝાઈનર સબ્યસાચી મુખર્જી અને BoFના સંસ્થાપક અને મુખ્ય એડિટર ઈમરાન અહેડ સાથે એક કોન્ફરન્સમાં ભાગ લીધો. સબ્યસાચી મુખર્જી અને દીપિકાએ ભારતના 50 બિલિયન યૂએસ ડૉલરના બ્રાઈડલ માર્કેટ વિશે વાત કરી હતી.

દીપિકા પાદુકોણ જલ્દી ફિલ્મ 83માં નજર આવશે. આ ફિલ્મમાં તેમની સાથે રણવીર સિંહની પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ ફિલ્મ ભારત દ્વારા 1983માં વર્લ્ડ કપ જીતવાની કહાની છે.

આ પણ જુઓઃ Jasprit Bumrahની 'જેન્ટલમેન' સ્ટાઈલને આપનાવો આવી રીતે...

આ ફિલ્મનું નિર્દેશન કબીર ખાન કરી રહ્યા છે. આ ફિલ્મમાં દીપિકા કપિલ દેવની પત્ની રોમી દેવની જ ભૂમિકા નિભાવી રહી છે.

deepika padukone