અમેરિકામાં કોંકણી સંમેલનનું ઉદ્ઘાટન કર્યું દીપિકાએ

06 July, 2022 10:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીપિકા પાદુકોણ હાલમાં અમેરિકામાં સમય પસાર કરી રહી છે અને એ દરમ્યાન તેણે દસમી કોંકણી સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ હાલમાં અમેરિકામાં સમય પસાર કરી રહી છે અને એ દરમ્યાન તેણે દસમી કોંકણી સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે. તેણે કૅલિફૉર્નિયાના સૅન હોઝેમાં એનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ ત્રણ દિવસની ઇવેન્ટમાં પર્ફોર્મન્સ, મ્યુઝિક શો, સેમિનાર, ફૂડ અને કોંકણી કલ્ચર અને હેરિટેજને સેલિબ્રેટ કરવામાં આવી રહ્યાં છે. આ ઇવેન્ટનો ફોટો શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી હતી કે ‘કોઈ પણ વ્યક્તિને તેમના ઇતિહાસ, ઓરિજિન અને કલ્ચર વિશેની જાણ ન હોય તો એ મૂળ વિનાના ઝાડ જેવું હોય છે. હું આ ઇવેન્ટના આયોજકો અને મારી કમ્યુનિટીના લોકોએ પ્રેમ અને આશીર્વાદ આપ્યો એની આભારી છું. મને ખૂબ જ ગર્વ છે.’

deepika padukone bollywood news