રણવીર સાથેની ૩ ફિલ્મોને ઠુકરાવી દીપિકા પાદુકોણે?

03 December, 2019 10:21 AM IST  |  Mumbai

રણવીર સાથેની ૩ ફિલ્મોને ઠુકરાવી દીપિકા પાદુકોણે?

રણવીર અને દીપિકા

દીપિકા પાદુકોણે હસબન્ડ રણવીર સિંહ સાથેની ૩ ફિલ્મોને ઠુકરાવી છે એવું જાણવા મળ્યું છે. આ બન્નેએ ‘ગોલિયોં કી રાસલીલા: રામલીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્‍માવત’માં સાથે કામ કર્યું હતું. ભારતને ક્રિકેટમાં મળેલા પહેલા વર્લ્ડ કપ પર આધારિત ફિલ્મ ‘83’માં દીપિકા અને રણવીર હસબન્ડ વાઇફની ભૂમિકામાં જોવા મળવાનાં છે. રિયલ લાઇફ કપલને ફિલ્મોમાં જોવું દર્શકોને ખૂબ પસંદ પડે છે. જોકે હવે એવુ સાંભળવા મળ્યુ છે કે દીપિકા નથી ઇચ્છતી કે તેમની જોડી ઑવર ઍક્સપોઝ થાય. આ જ કારણ છે કે તેણે ૩ ફિલ્મોની ઑફરને નકારી દીધી છે, જેમાં આ બન્ને એક સાથે જોવા મળવાનાં હતાં.

ranveer singh deepika padukone